મા ને પ્રાર્થના – દિગંત જાની, ‘આલાપ’

હે મા.., તારા ચરણો માં આ જીવતર ની પ્રસાદી ધરાવું,
તારી આરાધના ના સુર રેલાવી, શીશ ઝુકાવી સાદર નમી રહું.

પ્રેમ-પુષ્પ નો ગુચ્છ પહેરાવી, મારું મન-મંદિર સુવાસિત કરું,
તને ખોબો જળ ચઢાવી, આ આતમ ને સંતૃપ્ત કરું.

નિત્ય તારા સ્મરણો થી મોહ, માયા અને આડંબર અવરોધી રહું,
તારી કૃપા દ્રષ્ટિ જો મુજ પર પડે, કોઈ મારગ ભૂલેલા ની દિશા બની રહું.

વણ-માગ્યું તે દીધું આ અખીલ વિશ્વ ને, તારા સર્જન નો સાક્ષી હું બની રહું,
એક તું જ શક્તિ-સ્વરૂપા જગત જનની, સદા તારા દર્શન નો અભિલાષી બની રહું.

કેમ તું…? – દિગંત જાની, ‘આલાપ’

જીવન તારા પ્રેમ ની રોશની ઓ થી ઝગમગાવ્યું હતું મેં,
કેમ તું એમાં  ઊંડા અંધારા ફેલાવતી ગઈ ?

હૃદય માં કિલ્લોલ કરતુ એક બાળ સંગીત જનમાવ્યું હતું મેં,
કેમ તું એમાં શૂન્યવત શાંતિ પ્રસરાવતી ગઈ ?

તારા પ્રેમ નો એક ‘મીઠો’ દરિયો દિલ માં વહેવડાવ્યો હતો મેં,
કેમ તું એમાં મીઠા ની ખારાશ ભેળાવતી ગઈ ?

અંતર માં તારા પ્રેમ ના પુષ્પ ની સુવાસ ઉજાગર કરી હતી મેં,
કેમ તું એ સુવાસ નું અસ્તિત્વ જોખમ માં મુકતી ગઈ ?

પ્રેમ ની ખાલી બે મીઠી પળો સાથે માણવા નો આપણો પ્રશ્ન હતો,
કેમ તું એનો જવાબ અધુરો આપી ને ગઈ ?

માણવી હતી પહેલા પ્રેમ-વરસાદ ની ભીની માટી ની એ મહેક,
કેમ તું એ ભીની માટી ને સુકવતી ગઈ ?

આ જીવતર નું સર્વસ્વ સમર્પિત તને કર્યું હતું મેં,
જે મને તે થોડું આપ્યું હતું, કેમ તું મારું ઘણું બધું લેતી ગઈ ?

 

સંબંધો – ચિરંજીવી!

સમય ના પ્રવાહમાં તરતા વ્યક્તિના માનસ-પટલ પર સંબંધોનું  તેજ ઓસરાય છે,
દરિયાની ઓટ એ તો સંબંધો ના વળતા-પાણી સમાન છે.

સમયે ફરી ભરતી આવે છે અને નવા સંબંધો રચાય છે,
ક્યાંક સંબંધો નો સૂર્યોદય થતો હોય, તો ક્યાંક સંબંધો આથમે  છે.

માનસ-પટલ ની આ અવસ્થા  નિરંતર બદલાયા કરે છે,
કારણ કે પરિવર્તન એ તો આ સંસાર નો નિયમ, આજે જે નવું,  એ જ આવતી કાલ નું જુનું-પુરાણું!

સમયે-સમયે સંબંધો ના એ સાપ તો સરકી જાય  છે,
પણ લીસોટા વ્યક્તિના માનસ-પટલ પર છોડી જાય છે.

શબ્દાસ્ત્ર

આ સંસારમાં શબ્દોથી મોટું કોઈ શસ્ત્ર નથી, જેનાથી ભલભલા યુદ્ધ જીતી શકાય છે અથવા ટાળી પણ શકાય છે. દિલ જીતી શકાય છે અથવા તોડી પણ શકાય છે.

કોઈ પણ ‘શબ્દ’ માં ‘ભાવ’ નું અસ્તિત્વ હોય છે જ. એ ભાવ કોઈ પણ પ્રકાર નો હોઈ શકે. ‘શબ્દ’ નું વજન એમાં રહેલા ‘ભાવ’ ના પ્રમાણ પર નિર્ભર કરે છે . પણ છેલ્લે ‘શસ્ત્ર’ નું રૂપક તો શબ્દ ને જ આપી શકાય.

વધુમાં, એ વાત અલગ છે, ઘણી વાર કોઈ પણ ‘શબ્દાસ્ત્ર’ ના પ્રયોગ વગર ફક્ત શાંત રહી ને (ફક્ત નિ:શબ્દ બની રહી ને), કોઈ પણ પરીસ્થિતિ ને જીતી શકાય, અને ટાળી શકાય – દિલ જોડી કે તોડી પણ શકાય !!!

શબ્દો સાંભળી ને આખો માંથી આશું નીકળી જવા એ જે તે શબ્દો માં છુપાયેલા ભાવ / લાગણીઓ ની બાય-પ્રોડકટ છે.

માની જા.. – દિગંત જાની, ‘આલાપ’

કેમ કરી સમજાવું હું તુજને, તું નાં સમજે ઓ મૃગ-નયની,
પ્રેમ ભર્યો કટોરો ધરિયો, તો પણ નાં પીવે તું મન-ચલીની.

મન-હૃદય તારું જીતવા, તર્યા અફાટ ભાવ-સાગરો પાર,
એક તારી જ પ્રાપ્તિ નો ધ્યેય હરવો, એ મુજ જીવતર નો આધાર.

અખંડ-પ્રેમની જ્યોત પ્રગટાવી, હું તારી વાટ જોવ દિન-રાત,
તારી એક પળ તરસી રહ્યો છું, તું દેતી જા તારા મનની મીઠાશ

અમી-આશાઓ ના વાદળો ઉમટ્યા, મુને ભીંજવી જા ઓ મન-મોહિની,
મારી મનો-રાત્રીમાં તેજ પ્રસરાવ, ઓ મારા જીવનની ચાંદની.

જીવન મારું સુવાસિત બનાવ, તારી કસ્તુરી એમાં ઓગાળી,
આ ‘આલાપ’ મારો સાંભળી જા, ઓ મારી અલ્લડ મન-હરીની.

માતૃ વંદના – દિગંત જાની, ‘આલાપ’

ચરણ સ્પર્શી વંદન કરું, માં તમોને વારં-વાર,
નિત તુજ સેવા ઝંખી રહું, હું કરી પાક્કો નિર્ધાર.

તુજ દર્શન મન અભિભૂત કરે, ભીંજવે  આંખો મારી,
નિત્ય કૃપા વર્ષી રહે, કરી લો મુજ ઋણ સ્વીકારી.

કેમે કરી સત માર્ગ નાં છોડું, હું બનું મક્કમ નિર્ધારી,
મુજ હર કર્મે તું સાક્ષી રહે, એવો બની રહું પરોપકારી.

અશ્રુઓ થકી મન-દીપ જલાવું, તમારા ચરણ-કમળ માં,
આ આયખું બાળું રોજે રોજ, તમારા નિત્ય સ્તવનો માં.

રોમ રોમ પ્રજ્વલિત રહે, જયારે કરું હું પ્રાર્થના તમારી,
મન-મંદિરમાં તારા ટમ-ટમે, જો પડે કૃપા દ્રષ્ટિ તમારી.

બે હાથ જોડી વિનંતી કરું,  સાંભળો, હું છું બાળ તમારો,
ધ્યેય સભર આ ‘આલાપ’ પોકારું, તુજ સાક્ષાત્કાર નો અભિલાષી.

Facebook – મારું પાનું

હા…મારું પણ અસ્તિત્વ છે. હું પણ છું આ અચળ વિશ્વની હયાતીનો, હાલ પુરતો સાક્ષી.
હું પણ સભ્ય બન્યો છું આ વિશ્વનો, અને મારી હયાતીના હસ્તાક્ષરો વડે હું પણ મથી રહ્યો છું, મારી ઓળખ પ્રસ્થાપિત કરવા, બીજા સાક્ષી ઓ સમક્ષ.મને ધ્યાન છે – આ વિશ્વ અચળ છે પણ હું નથી. એક દિવસ ખોવાઈ જઈશ ક્યાંક આ વિશ્વમાંથી, મારા જીવનનું આ પાનું અધૂરું છોડી ને…આ પાનાની અંદર મારા બીજા સભ્યો મને ફમ્ફોળશે પણ મારી હાજરી, એ વખતે એક ઇતિહાસ બની ચુકી હશે. મારા મનનું આ દર્પણ મારા પ્રતિબિંબ વિના ખાલી પડ્યું હશે.

પણ..હા..હાલ તો હું પણ આ અચળ વિશ્વનો સાક્ષી અને ‘cdigant@yahoo.com’ એ એક માત્ર મારા આ પાના નું સરનામું !!

उम्मीद – दिगंत जानी, ‘आलाप’

चल तो दिए उस राह पर, जहा चलने की उम्मीद न थी…
जल उठे सब बुजे चिराग, जिसे जलने की उम्मीद न थी…

सुख रंगों की आतिश हुई, नित आशाओ की बारिश हुई
दिन नभ में जो तारे दिखे, जिसे दिखने की उम्मीद न थी…

आसमान मे उड़ा था पपीहा, कोइ हम सफ़र की खोज में
मिल गया वो मित उसे, जिसे मिलने की उम्मीद न थी…

सुनली उसने अर्ज हमारी, आसमान से नूर उतारी
जीवन हमारा धन्य हुवा, जो होने की उम्मीद न थी…

યાત્રા – દિગંત જાની, ‘આલાપ’

અરમાનોની સોડ તાણી, આગળ ધપી રહી એક રેલગાડી…
આશાઓ ના અજવાળા પાથરતી, આગળ ધપી રહી એક રેલગાડી…

સખ્ત પરિશ્રમ ના પાઠ ભણાવતી, ન હિંમત હારવાનો સંદેશ દેતી,
ચોક્કસ દિશા તરફ, ચોક્કસ ગતિ એ, આગળ ધપી રહી એક રેલગાડી…

માર્ગે માર્ગે વિસામો લેતી, સુખ-દુ:ખ ના રાગ મલ્હારી,
તડકા-છાંયડાની ના પરવા કરતી, આગળ ધપી રહી એક રેલગાડી…

જાત જાત ના અને ભાત ભાત ના, સહયાત્રી ઓ ના સંગ માણતી,
અમી સૂર ‘આલાપ’ પ્રસરાવતી, આગળ ધપી રહી એક રેલગાડી…