उम्मीद – दिगंत जानी, ‘आलाप’

चल तो दिए उस राह पर, जहा चलने की उम्मीद न थी…
जल उठे सब बुजे चिराग, जिसे जलने की उम्मीद न थी…

सुख रंगों की आतिश हुई, नित आशाओ की बारिश हुई
दिन नभ में जो तारे दिखे, जिसे दिखने की उम्मीद न थी…

आसमान मे उड़ा था पपीहा, कोइ हम सफ़र की खोज में
मिल गया वो मित उसे, जिसे मिलने की उम्मीद न थी…

सुनली उसने अर्ज हमारी, आसमान से नूर उतारी
जीवन हमारा धन्य हुवा, जो होने की उम्मीद न थी…

યાત્રા – દિગંત જાની, ‘આલાપ’

અરમાનોની સોડ તાણી, આગળ ધપી રહી એક રેલગાડી…
આશાઓ ના અજવાળા પાથરતી, આગળ ધપી રહી એક રેલગાડી…

સખ્ત પરિશ્રમ ના પાઠ ભણાવતી, ન હિંમત હારવાનો સંદેશ દેતી,
ચોક્કસ દિશા તરફ, ચોક્કસ ગતિ એ, આગળ ધપી રહી એક રેલગાડી…

માર્ગે માર્ગે વિસામો લેતી, સુખ-દુ:ખ ના રાગ મલ્હારી,
તડકા-છાંયડાની ના પરવા કરતી, આગળ ધપી રહી એક રેલગાડી…

જાત જાત ના અને ભાત ભાત ના, સહયાત્રી ઓ ના સંગ માણતી,
અમી સૂર ‘આલાપ’ પ્રસરાવતી, આગળ ધપી રહી એક રેલગાડી…

આપ સહુને…!! – દિગંત જાની, ‘આલાપ’

જીંદગીનું સર્વસ્વ માન્યા છે, આપ સહુને, કોઈ અળગા કરશો માં…

હ્રદયમાં પ્રેમ દીપથી પ્રગટાવ્યા છે આપ સહુને, કોઈ દીપ બુઝાવશો માં…

પ્રેમરૂપ ઉષ્માભરી નજરથી નીરખ્યા છે આપ સહુને, કોઈ અંગારા ફેકશો માં…

જીવન અર્પ્યું છે કાર્યોમાં આપ સહુ ના, મુજને કોઈ ‘નાકામ’ સમજશો માં…

પ્રેમના તાંતણે બાંધ્યા છે આપ સહુને, કોઈ તે તાંતણ તોડશો માં…

લાગણી સમ ભાવનાઓથી ઝંખ્યા છે આપ સહુને, કોઈ તે લાગણીઓં દુભાવશો માં…

સ્નેહરૂપ છાયા માં રાખ્યા છે આપ સહુને, કોઈ તે છાયડો છોડશો માં…

હર્ષના આંશુઓ થી નાવાજ્યા છે આપ સહુને, કોઈ તે આંશુ સુકવશો માં…

સ્નેહતણ ‘આલાપ’ દીધો છે આપ સહુને, મુજ ‘આલાપ’ અવગણશો માં…

How Sad…!! – Digant Jani, ‘Alaap’

There were the Trees, in the Sight,
But now they are free, from the life.
The remaining Trees are very few,
Just like to be Tree’s Curfew..!!

Now looking danger in the sky,
Please prevent this destruction by the by the try.
Send this message, in the corners of the earth, by the fly.

We believe that trees are our best friends,
But it’s going to be a distressful end…!!

आशाएं – दिगंत जानी, ‘आलाप’

मेरे  जीवन  की  कविता  हो  तुम , मेरे  प्रेम -रस  की  सरिता  हो  तुम

निकला  हु  ‘ज़रना’ बनकर  एक पहाड़  से , जिसमे  समाने  की  आस  हे  वो  एक  नदिया  हो तुम.

- मेरे  जीवन  की  कविता  हो  तुम …

 

किसी  और  के  बगिया  का  गुलाब  हो  तुम , फिर  भी  उसकी  दो  पंखुडियो  का  ‘असबाब’ हो  तुम ,

जो  प्यासा  हे  उसके  रस  का  – ऐसे  आवारा  भवरे  का   ख्वाब  हो  तुम

- मेरे  जीवन  की  कविता  हो  तुम …

 

संसार  एक  नदिया  हे , जिसे  बहेने  को  तो  अभी  सदिया  हे ,

एक  बूंद  जिसमे  समानी  हे , वो  प्यारभरा  दरिया  हो  तुम.

- मेरे  जीवन  की  कविता  हो  तुम …

 

एक  पत्थर  की  तराशी  मूरत  हो  तुम , कोए  जल -परी  सी   खुबसूरत  हो  तुम ,

किसी  शिल्पकार  की  कल्पना  हो  तुम , जिसके  ईश्वर  की  साक्षात्कार  हो  तुम.

- मेरे  जीवन  की  कविता  हो  तुम …

 

हम  नदिया  के  दो  किनारे  हे , जो  दूर  से  एक  दुसरे  को  निहारते  हे ..

तय  हे  न  मिल  पाना  एक  दुसरे  से  फिर  भी , उस  दुसरे  किनारे  की आशा हो  तुम.

- मेरे  जीवन  की  कविता  हो  तुम …

 

અંતર-નાદ – દિગંત જાની, ‘આલાપ’

અંતર-નાદ - દિગંત જાની

કુંપણ ફૂટી એક છોડની ડાળી પર, જાણે વસંતના આગમનનો સાદ પુરાવતી,
આશાઓ સમી ઊર્મિઓ વહી, ઉગતા સૂર્યના પહેલા કિરણ સમી.

જાણે સૂર્યએ આળસ ખંખેરી, અને પરોઢિયું ફૂટ્યું અંતર-મનમાં,
ખીલ્યું પરોઢી પુષ્પ પંખીઓના કલરવમાં, જાણે ઓજસ પ્રસરાય ચારે મનો-દિશા કોરમાં.

મૂછે મલકાતું, જાણે કે એ એકલું જ હતું આ વિશ્વમાં,
અહંના મદમાં છકેલું એ ડોલ્યું, વસંતની લહેરખીઓમાં.

ખેલ ઘણો મીઠો લાગ્યો એ બે પળોનો, જેનો અવકાશ નોતો એ વિસરવામાં,
પ્રણય-રંગથી ખેલવા બહુ થનગન્યું, જાણે પાનખર ક્યાં આવવાની હતી જીવનમાં.

ઝરણું (પ્રસ્તાવના)

ઝરણું (પ્રસ્તાવના)

કહેવાય છે કે દરેક વ્યક્તિએ જો પોતાનો ખાલિપો દુર કરવો હોય તો લખવુ. લખવાથી વ્યક્તિ પોતાની ઓળખ પ્રાપ્ત કરી શકે છે. પોતે ખરેખર કોણ છે – શાના માટે છે – એ પોતે કેટલો ઉચ્ચકોટી નો છે –પ્રક્રુતિની કેટ્લો સમીપ છે – અત્યાર સુધી એ પોતાના જીવન ને કેટ્લુ સમજી શક્યો છે – વગેરે દરેક પ્રશ્નો ના જવાબો એને સ્વ-પ્રયત્ને મળી જાય. આનાથી એને પોતાના દરેક હકરાત્મક અને નકારાત્મક પાસા ની જાણ થાય. આપણુ પોતાનુ લખાણ એ આપણી પોતાની સકારાત્મક અભિવ્યક્તિ છે. એનાથી હ્રદય હળવું રહે. મન સાફ રહે. વ્યક્તિ પોતે હમેશાં સત્ય ને વરેલો રહી શકે. એક વાર લખવાનું શરુ થાય તો સ્વ ને ઓળખવાની શરુઆત થાય – વાચક્ગણ તો પછી થી ઓળખશે!

મને મરા મિત્રો-વડિલો તરફ્થી છેલ્લા ઘણા સમયથી આ બાબતે ટકોર થતી રહેતી. મારો મિત્ર ચિરાગ આ માટે મને કહી ને થાકેલો અને એણે જાત્-ભાત ના ચતુરાઈ ભર્યાં રાજકીય અને સામાજીક દબાણો લાદ્યા- અલબત્ત મારા પોતાના ઉત્કર્ષ માટે. અને હવે એ સફળ થયો. એનો મારી ઉપર ફરી એક વાર વિજય થયો. મને ફરી એક વાર મારા જીવન એ તક આપી – મારી જાતને જાતે ટટોળવાની!

કઈ પણ લખવાનું શરું કરતાં પહેલા આપ સહુ ને જણાવું કે હુ સ્વાર્થી છું. હુ જે કઈ પણ લખીશ – એ મારા પોતાના ઉત્કર્ષ માટે – મારી પોતાની ઓળખ પામવાં માટે. હુ કોણ છુ અને અંતરથી કેવો છુ – એ જાણવા માટે. આપ સહુ મને વાંચો – પરખો એ મારા માટે હમેશા ગૌણ બાબત રહેશે. તેમ છ્તાં આપના મંતવ્યો – સુધારાઓ – સલાહ્-સુચનો આવકાર્ય છે. આ થકી મને મારો હેતુ સિદ્ધ કરવામાં મદદ મળશે. જે માટે આ મહત્વનું કાર્ય્ શરુ કરતા પહેલા હુ પર્માત્માના આશિર્વાદ માગીશ.

ઝરણું – આ મારુ જીવન છે. જેમ ઝરણાની પ્રક્રુતિ ખળખળ આગળ ધપવાની છે એમ આપણા જીવનનું પણ કંઈક અવું જ. એ પણ નિરંતર આગળ ધપ્યા કરે. ઝરણાનું પાણી આગળ વધવાની સાથે પથરીલા ખડકો સાથે અથડાતુ જાય એમ આપણા જીવનમાં આપણે ઘણા નાના-મોટા ખડકો સાથે અથડાતા-કુટાતાં આગળ ધપીએ છીએ. કેટ્લું સામ્ય! એટ્લે જ મે નક્કી કર્યું કે મારા જીવનનું મથાળું પણ ઝરણું જ.

મારા અંત-કરણમાંથી જે પણ વિચારો પ્રગટ થશે એ ઝરણું બની આપ સહુના હ્રદય સુધી પહોચશે. જેથી આપ સહુ માં મને મારી છબીના દર્શન થશે. જેના થકી મારા માં વસેલા ઈશ્વર્ ના દર્શન થવાની તક સાંપડી જાય તો નવાઈ નહી!

ઝરણું માં પ્રકાશીત થનારા મારા વિચારો અને મંતવ્યોથી જો કોઈ સંવેદનશીલ વ્યક્તિનું મન દુભાય તો એ બદલ અત્યારથી દીલગીર છું. અને ઝરણું નો વાચક્વર્ગ એના માટે સદા પથ્-ચિંધક બની રહે એવી અભ્યર્થના.
મારા લખાણમાં શબ્દો અને જોડ્ણીઓ માં ક્યાંક આપ સહુને મારા અનુભવની ખોટ વર્તાય – તો પણ આપના વિશાળ હ્રદયમાં મને ક્યાંક નાનકડું સ્થાન મળી જાય – એવી કોઈ પણ તક હુ જતી નહી કરું – આ મારુ આપ સહુને વચન છે.

મારા ભારતીયોને જય ભારત!

દિગંત જાની