વૈજ્ઞાનીક ધર્મ – ચીરાગ પટેલ Jul 1992

વૈજ્ઞાનીક ધર્મ – ચીરાગ પટેલ Jul 1992

હાલ વીશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં આપણને એવું લાગે છે કે આજનો માનવસમાજ છીન્ન ભીન્ન થઈ રહ્યો છે. માનવ સંસ્કૃતીમા સ્પષ્ટ બે ભાગ થઈ ગયા છે: પાશ્ચાત્ય સંસ્કૃતી અને પુર્વીય સંસ્કૃતી.

પાશ્ચાત્ય સંસ્કૃતીમાં વીજ્ઞાનને મહત્ત્વ અપાયું છે, ત્યારે પૌર્વાત્ય સંસ્કૃતીમાં આધ્યાત્મીક્તાને. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે માત્ર વીજ્ઞાનથી જ કે માત્ર ધર્મથી કોઈ પણ સંસ્કૃતીને લાભ થયો નથી કે તેનો વીકાસ થયો નથી. આથી આપણે એક નવી વીચારસરણી વીકસાવવી જોઈએ કે જેમાં વીજ્ઞાન અને ધર્મનો સમંવય થતો હોય.

આવી વીચારસરણી વીકસાવવી કેવી રીતે? તે માટે કેટલાક ઉદાહરણો જોઈએ.

1) સાબીત થયું છે કે આપણી આકાશગંગાનો આકાર ઉપરથી જોતાં સર્પનાં મસ્તક જેવો દેખાય છે. હવે આ બાબતને આપણે એક પ્રાચીન માન્યતા સાથે સાંકળી શકીએ.

“આપણી પૃથ્વી શેષનાગના માથા પર છે, જેને લીધે તે અવકાશમાં ટકી રહી છે.”

આપણે જોઈ શકીએ છીએ કે આ માન્યતા ખરેખર સાચી છે, પરંતુ તેને સમજવાની આપણી દ્રષ્ટીના અભાવને કારણે વાહીયાત લાગે છે.

2) બીજી એક પ્રાચીન માન્યતા પ્રમાણે, બ્રહ્માના દીવસમાં સૃષ્ટીનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માની રાત્રીમાં સૃષ્ટીનો વીનાશ થાય છે.

આપણા બ્રહ્માંડના બ્લેક હોલમાં પદાર્થનો નાશ થાય છે, તથા વ્હાઈટ હોલમાં પદાર્થ બને છે. તેથી આપણે કલ્પી શકીએ કે આવા હોલ એ જ બ્રહ્મા!

3) આપણા શાસ્ત્રોમાં વીષ્ણુના દશાવતારોનું વર્ણન જોવા મળે છે. આપણે વીષ્ણુના દરેક અવતારોને નીચે મુજબ સાંકળી શકીએ.

મત્સ્યાવતાર – જળચર સૃષ્ટીનો ઉદભવ
કુર્માવતાર – પેટે સરકીને ચાલતાં પ્રાણીઓનો ઉદભવ
વરાહાવતાર – પૃષ્ઠવંશી પ્રાણીઓનો ઉદભવ
નૃસીંહાવતાર – ચોપગાં પ્રાણીઓનો ઉદભવ
વામનાવતાર – પ્રોઝીમીઅન પ્રાણીઓનો ઉદભવ (વાંદરાં કુળનાં પુર્વજ)
પરશુરામાવતાર – ઓસ્ટ્રેલોપીથેક્સ કપીઓનો ઉદભવ
રામાવતાર – હોમો ઈરેક્ટસ માનવોનો ઉદભવ
કૃષ્ણાવતાર – હોમો સેપીયંસ (આધુનીક માનવો) નો ઉદભવ
બુધ્ધાવતાર – માનવોનો વીકાસ
કલ્કી અવતાર – સુપર મનુષ્યોનો ઉદભવ

આમ, વીષ્ણુના અવતારો એ કોઈ વ્યક્તીરુપ નથી, પરંતુ વીકાસક્રમની અમુક ચોક્કસ અવસ્થાઓ છે.

આપણે ધર્મને માત્ર અંધશ્રધ્ધાના વીષયરુપે નહીં, પરંતુ તેની માન્યતાઓને વૈજ્ઞાનીક રીતે મુલવવી જોઈએ.

આ પ્રકારની નવી વીચારસરણી જ માણસને કંઈક નવી દ્રષ્ટી આપી શકશે.

નોંધ:
આ લેખ જુલાઈ, 1992 માં લોક વીજ્ઞાન કેન્દ્ર, વડોદરાનાં ત્રીમાસીક ‘વિજ્ઞાનવાણી’ સામયીકનાં પ્રથમ અંકમાં પ્રકાશીત થયો હતો. હું એ વખતે એલેમ્બીક વીદ્યાલયનાં 11માં ધોરણમાં હતો.

Print Friendly, PDF & Email

One thought on “વૈજ્ઞાનીક ધર્મ – ચીરાગ પટેલ Jul 1992

  1. Vaishali Radia says:

    સચોટ વાત કરી. હું પણ એક રીતે નાસ્તિક પણ આ વાત પકડી રાખતી કે પહેલાંના માણસો ખાસ ભણતાં નહીં પણ ધર્મ પર બહુ આસ્થા રાખતા એટલે જ દરેક વૈજ્ઞાનિક મુદ્દાને ધર્મ સાથે વધુ જોડી દેવામાં આવે છે પણ એના લીધે અંધશ્રદ્ધા વધુ જડ બનતી ગઈ/બની રહી છે. પણ એ વાત આટલી સરળ રીતે સમજાવી ન શકી.

    આ અંધશ્રદ્ધાને રોકવા આ રીતે બન્ને નવી વિચારસરણી જ નવી દૃષ્ટિ આપી શકે બિલકુલ સાચી વાત. ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.