વહેણ – ચિરાગ પટેલ 2018 જૂન 05 મંગળવાર

વહેણ – ચિરાગ પટેલ 2018 જૂન 05 મંગળવાર

હૈયે ઉઠતાં સ્પન્દમાં ઉમડે રાતી ઝાંય;
બે ધબકાર વચ્ચે છુપાવી, આપે છાંય!

રમત સમયની વિસ્તૃત ફલકે વિખેરાતી,
આડશ અટકચાળાની; હળવે સંકોરતી.

મીઠી નોકઝોંકમાં વહે ઝરણ પવિત્ર;
પુલકિત થતાં, ન્હાઈ, પાવન ચરિત્ર.

સ્વપન ઉગ્યું અનોખું, હલબલાવે એવું;
ભળ્યાં ભૂલી ભાન, પ્રગટે સત્ય અવનવું!

નાની વાતચીતોમાં ગુંજે કોઈ ગીત જાણે;
શબ્દોની આપલેમાં ગાતું કોઈ ભજન જાણે.

અજાણી લાગણીઓ જાણીતી બની ચોક્કસ;
ખીલ્યાં ફૂલ, વમળો રચાયા અનેક ચોક્કસ!

મમતા “મા”ની એક-એક પળમાં, શ્વાસમાં જાગે;
“દીપ”ની “રોશની” એક-એક અણુ, અનેક રંગે!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.