વાદળ – ચિરાગ પટેલ

વાદળ – ચિરાગ પટેલ – ઓગસ્ટ 24, 2020

વરસતી અમૃત ધારા ધરા અંગે;
અભ્ર વારિદ વાણી મુદિર મતંગ,
નદનુ ચરુ પર્વતશાય નીલાભ;
વરસતી અમૃત ધારા ધરા અંગે.

ઓદન વાતધ્વજ અમ્બુભૃત શ્યામ,
કંધ વારમુચ શારદ ઉજ્ઝક,
સુદામન નભોધૂમ પુરુભોજસ;
વ્યાપ્ત સોમ પુષ્ટ કરતો સમગ્ર સૃષ્ટિ.

વારિદેવ ગગનધ્વજ દેવ વિહંગ,
વરાહ દર્દરિક અંબુદ શિરિંબિઠ,
વારિર વનિન પયોગર્ભ નભોશ્ચર;
ગર્જના તાંડવ નૃત્ય અનેરા દેખાડતો.

પાથોદ શદ્રિ ક્ષર પયોવાહ મેઘ,
વાતરથ અંબુમુચ જીવથ સલિલદ,
કચ વર્ષ ઉદકધર વારિગર્ભ;
ઇન્દ્ર છુપાવે રુદ્ર સંતાડે, સંતાડે તાપ.

અદ્રિ ઘન નભોધ્વજ વનદ,
ધારાટ પર્ણશન વિષદ અશ્ન,
અહિ દર્દુર કેતુભ અંબુધર;
પ્રેમ કિલ્લોલતો જીવન પાંગરતા અનેક.

જલવાહ ઉદહાર વંઠર કંધર,
પર્જન્ય વાયુદાર અંભોદ સ્યમીક,
પારણ વર્ષધર ધારાધર ગવેડુ;
“દીપ” પ્રસરાવે “રોશની” નભોમંડળે.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.