મંથન[ભક્તિરસ]
સમ્વાદ
સમ્વાદ - ચીરાગ પટેલ ઑગસ્ટ 10, 2009
(ઈન્દ્રવજ્રા: ગાગા લગાગા લલગા લગાગા, અક્ષરમેળ છન્દ)
————————————————–
પ્રસ્તાવના: ઑગસ્ટ 10 થી શરુ કરેલું આ કાવ્ય આજે 14મી ઑગસ્ટ અને જન્માષ્ટમીએ પુરું કરું છું. કૃષ્ણ વૃન્દાવન છોડ્યા પછી કદી પાછા ફરતાં નથી અથવા પુરાણો કે શાસ્ત્રોમાં એવો કોઈ ઉલ્લેખ નથી. આ કાવ્ય દ્વારા હું એવી કલ્પના કરું છું કે, જો કૃષ્ણ [...]
दुर्गा प्रार्थना
दुर्गा प्रार्थना - चिराग पटेल जून ०२, २००९
दुर्गा दुर्गतिनाशिनी भवतारिणी क्षमादायिनी मुक्तिदायिनी जिववाहिनी|
क्षमस्व मे, रक्षन्तु मे, मुक्तिन देही मे. तव चरनार्विंदे अर्पयामी सर्वस्व||
પ્રભુ કૃપા
પ્રભુ કૃપા - ચીરાગ પટેલ મે 26, 2009
छीद्रोंसे भरा पात्र मेरा, प्रभू, तुम्हीं करो अब कृपा ऐसी;
करो बरखा ऐसी दिव्य प्रेम की, मिट ही जाये यह पात्र उसमें घुला;
कैसा फिर पात्र और कैसे छीद्र, प्रभू, करो ऐसी अब कृपा.
मनमें मेरे बसी हैं एक मूरत, प्रभू, जानो यह सच्ची प्रेम लगन;
करो बरखा ऐसे दिव्य दरशकी, मिट [...]
નમન
નમન - ચીરાગ પટેલ માર્ચ 23, 2009
નમન, હે મા ભુવનેશ્વરી!
વંદન તને વારંવાર.
રક્ષા કર, ઓ મા.
અપનાવ આ બાળને તારાં ચરણે.
આપ મને દર્શન તારું દીવ્ય.
વરસાવ પ્રેમ તારો ધોધમાર.
અસીમ કૃપા તારી, ઓ ગુણનીધી.
આપ તારી અહેતુકી ભક્તી.
વહેવડાવી દે મારાં આંસું સંઘરેલાં બધાંય.
રમણીય કરી દે મારું સમગ્ર અસ્તીત્વ.
વંદન તુજને વારંવાર.
રક્ષા કર, હે મા ભુવનેશ્વરી!
તેરા સબુત
તેરા સબુત
ક્યા જાનુ મૈં પીયા, કૈસે સમાયી મૈં ઈસ બુત;
ના જાને અભાગન, પાયેગી ઈસમેં તેરા સબુત.
ઘટમેં બસીયા પ્રાણ મેરા, રંગ દું તુઝસે પીયા;
મોહે લાજ ના આયે, પુકારું મૈં તેરી દુલ્હનીયા.
કુદ જાઉં યે ઉંચી દીવાર, તું પકડે મેરા હાથ;
ઘુલ જાઉં તુઝ મેં સદા, તુમ્હારી હો મરજી નાથ.
મુઝે ભી નાટક આયે, પ્રેમદીવાની રાધા બનું;
અગર તું દરશ ના [...]
સમર્પણ
સમર્પણ - ચીરાગ પટેલ માર્ચ 09, 2009
સબ કુછ હારી મૈં પીયા, રાત સાવન બસીયા દો ચીરાગ;
અબ તેરે હવાલે યે દીલ, તું સંવાર યા ઉઝાડ મેરા બાગ.
ઘટ ઘટ પી જાઉં સમન્દર આંસુઓં કા જો બહેકા ઐસા;
દહકતી જ્વાલાઓંમેં કરું સ્નાન ઉઠા જો બવંડર ઐસા.
અંખીયોં સે બહતા દર્દ, ધુલા દીલકા સબ મૈલ પુરાના;
અબ આઈ બહાર રંગીન, ખીલા હૈ સબ [...]
સ્વાર્પણ
સ્વાર્પણ - ચીરાગ પટેલ ઑક્ટોબર 24, 2008
છોડ્યાં ક્રોધના ફુંફાડાં, છોડ્યો શંકાનો સળવળાટ.
છોડ્યાં ભયનાં ઓથાર, છોડી લજ્જાની રતાશ.
છોડી ઘૃણા કેરી ધુણી, છોડ્યું કુટુમ્બ બન્ધન ભીનું,
છોડ્યો જાતીભેદનો હુંકાર, છોડ્યું મીથ્યા કુળાભીમાન.
છોડી સર્વે અપેક્ષા, હે ‘મા’, તારા શરણે હું એકલો.
હૈયું મારું બની રહ્યું તાજું [...]
જોગીડો
જોગીડો - ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008
રે જોગીડો ચાલ્યો આજે સાચી રાહ પર,
ભેખ ધર્યો અનોખો, રસ્તો પકડ્યો નવો.
રે જોગીડો…
મારી ડુબકી અતળ પાતાળે, મુલાધારે,
ત્યાં તો ભાત ભાતનાં મોતીડાં પામ્યો.
[...]
ભરમ
ભરમ - બંસીધર પટેલ સપ્ટેમ્બર 04, 1995
અરીસો તુટી ગયો, પ્રતીબીમ્બ બન્યું ધુંધળું.
વીચારોના વૃન્દાવનમાં મન ખોવાઈ ગયું.
વાગોળી-વાગોળી ભુતકાળને, કર્યું મનોમંથન.
ના નીકળ્યું માખણ કે ફોદા, રહ્યું જેમનું તેમ.
જીવન એ શું નથી વલોણું મનોમંથનનું?
કર્મ, ધર્મ, સંસારીના, ભેદભરમ વળી સ્વારથના.
નથી ઉકેલવા ભેદ જન્મોજન્મના ઉથાપી.
આ જન્મની કથની શું ઓછી ડહોળાયેલી છે?
સગા-વહાલા-દૌલા, ભલા-બુરા દીઠા સહુ.
ન મળ્યું કોઈ નીઃસ્વાર્થી, નથી કોઈ દીલાર [...]
મા
મા - બંસીધર પટેલ
શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.
સપ્તરંગી આશ
સપ્તરંગી આશ - બંસીધર પટેલ Jun 12
મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી,
જાવું છે અગમ કેરા ધામ, ભાંગી ભ્રમ ભવનો ઘડી મહીં.
પીધાં છે પ્યાલાં ઝેરના, કરવા અંતર શુધ્ધ અણી અણી,
લાધ્યું છે અમૃત કરતારનું, પીવા દોડે મન ભણી ભણી.
ઝીલીને ઘણ-અથોડા કેરો ભાર, રુઝ્યાં છે દુઝતા ઘાવ તન મહીં,
બન્યું છે શીથીલ મન શુષ્કવનોમાં, વીચરતું મંડરાતું અહીં તહીં.
નીર્જન, [...]
શબ્દોં કે જંગલમેં
શબ્દોં કે જંગલમેં
આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg
રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે [...]
નવરાત
નવરાત - બંસીધર પટેલ
આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.
રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.
ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.
સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.
ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.
લાલ, લીલો, પીળો ને કેસરી રંગ [...]
ગીતા મારી માત
ગીતા મારી માત - બંસીધર પટેલ
સમય સારથી, દેહ રથ, મન અશ્વ, આતમ છે અર્જુન;
ના-મરદને પણ મરદ બનાવે, એ દીવ્ય ગીતાકેરું જ્ઞાન.
વીજ્ઞાન પણ અસમર્થ છે, ગીતાજ્ઞાન સનાતન સત્યદ્યોતક;
મીઠાની પુતળી નીસરી માપવા ગહેરાઈ સમંદરની, સમાણી સદેહે.
સોળે કળાએ સંપન્ન જ્ઞાન, જીવનકળાની ખરે જ પ્રયોગશાળા;
નથી ઉણપ કોઈ વીષયની, ઉભા કર્યા કંઈ પાર્થને ધનુષબાણ લઈ.
નથી સગા સાચા કોઈ, દુનીયા દોરંગી, [...]
અનંતની સફરે
અનંતની સફરે - બંસીધર પટેલ
પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.
જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે [...]
પર્યાવરણની પાંખે
પર્યાવરણની પાંખે - બંસીધર પટેલ
પુષ્પમાં સૌરભ નથી, જીવનમાં મહેંક નથી;
થયો છે શુષ્ક સંસાર, સૃષ્ટીમાં બહેક વધી.
વીલાઈ ગઈ અમી બધી, બાષ્પ થઈ સહજ ગઈ;
કલરવ મીઠો વીહગ તણો, ઉડી ગયો અવકાશ ભણી.
ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.
ઝાડ પાન [...]
મહિમા તારો - બંસીધર પટેલ
મહિમા તારો - બંસીધર પટેલ
દળે છે ખૂબ ઝીણું વ્હાલા, તારી ઘંટીનાં કરૂં શું વખાણ?
નથી લગારે અવાજ તારી લાકડીનો, છતાં મારે ધાર્યું નિશાન.
પંખીડાને શીખવ્યું ઉડતાં, બે પંખ પસારી દૂર ગગનમાં;
માણસને શીખવી સભ્યતા, સંસ્કાર તણા સિંચન થકી.
નદી, પર્વત, સાગર, સર્વ કાંઈ તારો મહિમા જ છે;
ઘેઘૂર વડલાં, ખૂબ લચેલી લતાઓ, તારા જ સંતાન છે.
ગગનમાં ઉગતા તારલાં, ચંદ્ર કે [...]
ગોપાલ - બંસીધર પટેલ
ગોપાલ - બંસીધર પટેલ
વૈષ્ણવને મન સાચું સોનું, ગિરધર ગોપાલ શ્રીનાથજીબાવા.
બાળ ગિરધર ન આપે કાંઈ, માંગે તે સાચો સમર્પણ ભાવ.
રાજભોગ, છપ્પનભોગ ધરાવ્યા સહું, ભાવના ભૂખ્યા બાંકેલાલ.
સાચો મારગ અનાસક્તનો, ગીતા ઉપદેશનો અર્થ એ સાચો.
ગુરુ શિષ્યની પરંપરા પણ, શીખવે અર્પણ મનના ભાવ.
રાધા સંગ નટવર સોહાય, પ્રેમયુગ્મ સાચા હ્રદયના પાસ.
ના માગે કાંઇ પ્રભુ ભક્તની પાસ, માગે તમારા મનનો ઉજાસ.
ઝુઝવા [...]
મુરલીધર - બંસીધર પટેલ
મુરલીધર - બંસીધર પટેલ
કાળા નટખટ કૃષ્ણ કન્હૈયા, રાધાના પ્યારા મુરલી બજૈયા.
ગિરધર, નટવર, નાચ નચૈયા, ગોપીસંગ તુમ રાસ રચૈયા.
પનઘટ, હરધર, ધૂમ મચૈયા, મખ્ખન, મલાઈ, દૂધ ખેવૈયા.
ગોપાલ, લાલા, હર મનમેં રમૈયા, વ્રજકી રજકો પાવન કરૈયા.
ભક્તનકે તુમ દુઃખ હરૈયા, પાંચાલી કે ચિર પુરૈયા.
રાધા કે સંગ રાસ ખેલૈયા, ગોપીયો કે સંગ ખૂબ નચૈયા.
યશોદાકે લાલા, નંદ કિશોરા, યમુના કે તુમ [...]
pankti07 - Chirag Patel
મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’
maanee aaratee - Chirag Patel
માની આરતી - ચીરાગ પટેલ જુન 17, 2007
જય આદ્યા શક્તી, જય અખીલેશ્વરી; મા જય અખીલેશ્વરી.
ભાવ ન જાણું, ભક્તી ન જાણું, નવ જાણું સેવા. મા જય જગદમ્બે મા.
જગન્માતા ઐંકારી, પ્રતીપાલીકા હ્રીંકારી; મા પ્રતીપાલીકા હ્રીંકારી.
સંહાર કરતી ક્લીંકારી, સચરાચર વ્યાપી તુ. મા જય જગદમ્બે મા.
નવરાત્રીનાં પુજન, શીવરાત્રીના અર્ચન કીધાં હર બ્રહ્મા; મા કીધાં હર બ્રહ્મા.
બ્રહ્મા વીષ્ણુ સદાશીવ, ગુણ [...]
kaanaa - Bansidhar Patel
કહાના - બંસીધર પટેલ
બંસરીમાં મોહ્યું મનડું મારું, લાગે લાખેણાં રુપ કાના તારાં;
શાને છેડે તું મનમોહન, વાત તારી કરવાની સહુને જરુર.
ધરમ મારો એક જ વ્હાલા, સદા રહુ નિઃમગ્ન તારા નાદસૂરમાં;
રહે જીવન કે જાય ભલે, પામવા અમૃત વીરસંતુ નવ અધરનું.
પ્રથમે મને પહેરાવી ઓઢણી ત્યાગી, ગયો કુંજગલી મોજાર;
ટહેલ નાંખી વૃન્દાવન ધામ, ન મળ્યો તું કે તારી કોઇ ભાળ.
લગની [...]
કાલાંવાલાં - બંસીધર પટેલ
કાલાંવાલાં - બંસીધર પટેલ
(રાગ: મેરી પ્યારી બહનીયા … સચ્ચાઝૂઠા)
આરાસુરી મૈયા કરૂં કાલાંવાલાં,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
આઠે અંગો જેનાં ખૂબ સોહાણાં,
પ્રેમે ભક્તોના મન હરી લેતાં.
દુનિયાના રંગો લાગે ખાટામીઠા,
તુજ ચરણોંમાં મુજ મમતાથી.
તમે કરશો ના વાર લગારે,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
રૂપે સોહાણી, રંગે રૂપાળી,
પ્યારથી દર્શન કરતાં ને માટે.
દિલથી હું કરતો વિનંતી તમોને,
બંસીના [...]
પુકાર - બંસીધર પટેલ
પુકાર - બંસીધર પટેલ
(રાગ: આને સે ઉનકે … જીને કી રાહ)
ભોલી અંબે સુન લે પુકાર, નૈયાકો મેરી કરદેજી પાસ.
ભક્તોંને પુકારા હૈ મૈયા સુન લે પુકાર. (2)
દિન દુઃખી અભાગત કરે અંતરકી આરાધન તુજ કો,
સુને નહિં તો કહદું મૈયા મોરી નહિં ઇસ ધરતીપે.
ભક્તોંકી તારણહાર ભોલી ભોલી મૈયા હૈ.
મૈયા સુનલે પુકાર…
ધૂપ દીપ ચૌખટિયા તુજ ચરનોંમેં કરદું નિછાવર,
ફિરભી માને [...]
પરમહંસ શ્રી રામકૃષ્ણ બાવની - પદ્મા ત્રિવેદી
પરમહંસ શ્રી રામકૃષ્ણ બાવની - પદ્મા ત્રિવેદી
જય ભારત ભૂમિનો ભાર, ઉતારવા પ્રગટ્યા ભગવાન!
રામકૃષ્ણ ગુરુ કૃપાનિધાન, તુ જ એક જગમાં પ્રતિપાળ,
રામચંદ્ર તુ જ તાત સ્વરૂપ, ચન્દ્રાદેવી મા બહુરૂપ.
કામારપુકુરમાં પ્રગટ થયા, ચમત્કાર તુ જ સાથ રહ્યા,
અવતરતાં ઘસી ભસ્મ તને, દર્શનથી ધની ધન્ય બને,
પાંચ વર્ષના બાળ ગોપાળ, ધ્યાનમાં દેવી દર્શન થાય.
અંતરમાં ગંગા પ્રગટી, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તણી,
પોથીને થોથાં માન્યાં, ગંગાજળમાં [...]
રણછોડ - બંસીધર પટેલ
રણછોડ - બંસીધર પટેલ
લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.
રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.
પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.
સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.
ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, [...]
કાન્હો - બંસીધર પટેલ
કાન્હો - બંસીધર પટેલ
મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.
વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.
વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.
વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.
રાધિકા ગોપીકા સહુ છોડી [...]
માં - બંસીધર પટેલ
માં - બંસીધર પટેલ
અમ્બાકી કરો ઉપાસના, વો મિટાએગી સારી વાસના;
તુમ દ્રષ્ટિ કરો એકબાર, વો કરેગી દ્રષ્ટિ લગાતાર.
એક કદમ બઢાઓ આગે, વો દોડી આયેગી તત્કાલ;
ચાહિએ ના ઉસે કુછ ઓર, વો ચાહે ભક્તો કા પ્યાર.
કિયા હૈ ભક્તોને અનુભવ, વો ભુલી ના કભી એક પલ;
હરે સબ પીડા તત્કાલ, દેતી અભય વર હરદમ.
વો વરદ હસ્ત પસારે તુમ ઓર, કરો [...]
ભક્તિ - બંસીધર પટેલ
ભક્તિ - બંસીધર પટેલ
હરિને કરો છો કેદ શાને, એ તો સચરાચરનો વ્યાપક;
જગાડો હરરોજ શાને વગાડી ઘંટ, એ તો સદા જાગ્રત પ્રહરી.
અર્પો છો અર્ધ્ય શાને સમીપે, એ તો દેનાર છે ઉદધિ જગતને;
પૂજા-પ્રસાદ- આરતી શાને કરો, એ તો પામી ગયો હ્રદય ખરું.
કરો છો જાપ શાને, એ તો મનના જાણે છે દાગ બધા;
બની પૂજારી ધરો છો મેવા શાને, [...]
માડી આવ - બંસીધર પટેલ
માડી આવ - બંસીધર પટેલ
(રાગ - ચોરી ચોરી દિલ તેરા… ફૂલ ઔર અંગાર)
ઝીણી ઝીણી ઝાંઝરના રણકારે, માડી તુ વહેલી પધારજે.
લળી લળી લાગુ હું પાય તું, અંબા વાત મારી તું સાંભળજે.
સોળે સજી શણગાર માડી, આંગણ તું મારુ શોભાવજે.
કોમળ હાથ તારા પસારીને મુજને આશીર્વાદ તું આપજે.
તું બેઠેલી દૂર, ધડકે મારૂ ઉર, મન તડપે તારા દર્શન કાજે.
વિનતી સૂણીને [...]
