શીયાળો

શીયાળો - ચીરાગ પટેલ    ફેબ્રુઆરી 04, 2010
(English translation @ http://rutmandal.info/blossoms/2010/02/05/winter/)

આખું જગત ઓઢાડ્યું શ્વેત ચાદરે,
ક્યાં રાખ્યો ભેદભાવ સહેજે?
લીલુડી ધરણી, સુકો પટ નદીનો,
બોડા-લીલાં વૃક્ષો, મેદાન કોરા,
માનવસર્જીત કાટમાળ પણ ક્યાં,
ક્યાં છે એકેય વાદળી આકાશે.
ઉપર ભુરું આભ ‘ને નીચે સંગેમરમર,
નથી કોઈનો રંગ જુદો, નથી ઝઘડો.
ઉભો-ઉભો સુરજ મલકાતો હળવે,
‘ને આભ રાડો પાડી રોતું ખોબલે.
શીશીરનો માસ ધ્રુજે થરથર,
માથાં વાઢે શ્વેત હીમ સહુના.
સુનકારમાં પણ જામ્યું સંગીત,
નવી નક્કોર વસંત ડેલે ટકોરતી.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

ઉભો-ઉભો સુરજ મલકાતો હળવે,
‘ને આભ રાડો પાડી રોતું ખોબલે.
લાઇનો ગમી ખુબ સરસ વર્ણન કર્યું છે.
નવો નક્કોર વસંત પણ ગમ્યો.

સરસ ભાવો છે.

પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.

પ્રકૃતી અને સમાજને સાંકળવાનો સરસ પ્રયત્ન છે. શીયાળાની દાદાગીરી સરસ બતાવી છે ! શીયાળો સહુને સમાન રીતે દબાવે છે, ને સુરજ મલકાય !!

સરસ પ્રયોગ છે.

શ્રી ચિરાગભાઈ,
અહીના શિયાળા નું આબેહુબ વર્ણન.અમારા જમાઈ સાહેબ શ્રી હિતેન્દ્રસિંહજી ગોહિલ સાથે વાત થયા મુજબ આપનો બ્લોગ શોધી કાઢ્યો.અહી ન્યુ જર્સીમાં રહું છું.કોમ્પુટર બહુ ના ફાવે છતાં જરૂરી શીખી ને મારા બ્લોગ “કુરુક્ષેત્ર” માં લખું છું.ચાલો મળતા રહીશું બ્લોગ જગત દ્વારા.

Leave a comment

(required)

(required)