દિલની વસંત

દિલની વસંત- રચના ઉપધ્યાય કમરાટા,25 January 2010

દિલની એક અંધારી બારીએ દઈ ગયું ટકોરા કોઈ,

અચકાતાં ખોલી જોયું તો લાગ્યું મારું અજનબી કોઈ

ખુલ્લી આંખે મળ્યું આંધળા અંધારાને ઈજન કોઈ

ચુંદડી ખસી ને શરમથી ઝુકીઈ આંખોયે કોઈ

દિલથી ઊંડો લીધો એણે જ્યાં શ્વાસ ભીનો કોઈ

પંચમી મ્હોરી ઉઠી રૂંવરૂંવે નવેલી વસંતની કોઈ

મારામાં પરોવી એણે પાગલ દોર સંબંધની કોઈ

એક હુંફાળી શાલ રચના થઈ વિંટળાઈ ગઈ કોઈ

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

વસન્તમાં પ્રેમ મળે અને પ્રેયસીને જે ભાવ જાગે એનું સુન્દર વર્ણન કરતું કાવ્ય…

છેલ્લી પન્ક્તી જો કે શબ્દોમાં રસક્ષતી જન્માવે છે. કદાચ આ પ્રમાણેનો ફેરફાર અપેક્ષીત હોઈ શકે? -

“રચના” થઈ હુંફાળી શાલ વીંટળાઈ ગઈ કોઈ

સુન્દર રચના….!!

ચીરાગ,

તમારા અભિપ્રાય માટે આભાર, હુ જરૂરથી ફરી ફેરવિચારણા કરીશ.

Leave a comment

(required)

(required)