વાસંતી વાયરે
વાસંતી વાયરે - ચીરાગ પટેલ જાન્યુઆરી 24, 2010
તારી પાંપણો ઉચકાઈ ‘ને વાસંતી વાયરા વાયા,
ખોબલે ભરી મ્હોર્યાં કેસુડાં ‘ને લાગણી હસી ઉઠી.
ભાવના બે અક્ષરો છવાયા તારા ચહેરા પર,
અધરોના રસઘુંટડા પીધાં ‘ને પ્રેમ છલકાઈ ઉઠ્યો.
તરબતર થયા હૈયાં જ્યારે દૈયડ દલડે ગુંજી,
વીખેરાતો પ્રેમ જાણે સુરજના અંશ, સમી સાંજે.
તારલાં મથતાં રમવા ભીનાં ચન્દરવે,
દાદાની ધાકે આછું-પાતળું ભાળી સંતાતા ઝટ.
ધરતી-ચાન્દનું સાયુજ્ય સાંજના પાલવડે,
વીંટાતું સુખ સમયની ચાદરે, પ્રભુનુ મુક્ત હાસ્ય.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


ભાવ ઘણા જ સુંદર છે. ખાસ કરીને આ પક્તિ ઘણી જ સુદર છે, “વીખેરાતો પ્રેમ જાણે સુરજના અંશ, સમી સાંજે.”
રચના