Archive for February, 2010
અબિલો રંગી ચુનરિયાં
અબિલો રંગી ચુનરિયાં
અબિલો રંગ ભાયે મોહે,અબિલો રંગસે પ્રીત પુરાની રે
અબિલો ચુનરિયા ધાની મોરિ, લાગું મેં સુહાની રે
ઇંદ્રધનુકે રંગ રાધા–ગોપીકો સોહાવે,મોરપીંછકો ગોવિંદ દિપાવે રે
મીરાંરાનીસો વરદાન મિલો, તન મન અબિલો ચુનરિયાં સોહાવે રે
સુરજકી રોશની, ચંદાકી [...]
જન્મોજન્મ
જન્મોજન્મ - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 13, 2010
હર જન્મે જે થોડાં-ઘણાં ઘુંટ મીલનનાં માણ્યાં,
વધુને વધુ તલસાવે એ કુવો ભરી પીવાં જાણે.
કુમ્ભારનો ચાકડો ફરતો નીત નવા ઘાટ ઘડતો,
રોંદાતો હું ભલેને, છતાંય તરછોડતો તને.
પત્ની, બાળક, મા-બાપ, ભાઈભાંડુરાં છોડી,
તુ જ ખોળે માથું મુકવાની ઝંખના છતાંય.
કેવો હું તારો વીશ્વાસ તોડતોને ફરી પાછો,
પ્રીયા, જન્મોજન્માંતરની પ્રતીક્ષા રહી છે.
હે દેવી, હે મૃત્યુ, [...]
સાથ
સાથ - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 14, 2010
(વેલેન્ટાઈન ડૅ પર પારુલ માટે)
જેમ જાણતો થાઉં તને વહાલી સખી,
લાગતી મહારી અલબેલી રાધા સખી.
ઘુમતી હમેશા સંગમાં અરણ્યે વ્રતા,
જેમ જાનકી રામ વસે વને શોભતા.
કૈં ફુલો ઉગાડ્યા પમરાટ વ્હેતો સદા,
સીંચતી તુ સર્વે, પ્રીતડે અનોખી અદા.
મોરલો કહાડે સુર વેણુ દ્રુત લયે,
માણતી તુ, ડોલે-થીરકે તુ, સુરાલયે.
એકમેવ ધ્યાતા, વચને બન્ધાયા છયે,
પ્રેમથી પુકારે ભગવાન, વ્હાલી [...]
વાર્તા મારી મળી
વાર્તા મારી મળી - રૂપલ પટેલ
વાર્તા મારી મળી, આ વ્યથા સારી મળી,
નામ દુશ્મનોનું હતું ‘ને “એમની” કારી મળી.
રણમાં જો ભુલા પડ્યા તો નદીઓએ ખારી મળી,
હ્ર્દયના ખૂણે બાઝેલી યાદોની છારી મળી.
રાતભર જો જાગી તો ચાન્દની યારી મળી,
સુકા હોઠને ભીંજવવા ઝાકળની ઝારી મળી.
બસ એને જોતા રહ્યા ચીજ શું પ્યારી મળી,
“રૂપ”ની આંખોને ભીની પાંપણો તારી મળી.
પાગલ છે
પાગલ છે - રૂપલ પટેલ
નામ એક બોલ્યા કરે છે પાગલ છે, ઝખ્મો પમ્પાળ્યા કરે છે પાગલ છે.
કોઈ જ્યાં રહેતું નથી એ મહેલમાં જઈને દીવા પ્રગટાવ્યા કરે છે પાગલ છે,
ફર્યા કરે છે સુક્કા ભઠ્ઠ તણખલાં વચ્ચે સાવ સળગતો પાલવ લઈને પાગલ છે.
આન્ધળા બહેરા અરીસા વચ્ચે રાતભર ગઝલો સમ્ભળાવ્યા કરે છે પાગલ છે.
ક્યાંક ભૂલમાં હસી પડે [...]
પલળતો પત્ર
પલળતો પત્ર - રચના ઉપાધ્યાય કમરાટા
પ્રિય સખા,
આજે બ્હાર સળગતો વરસાદ હતો, એમાં હું ભીંજાવા નિકળી પડી. મજાની વાત તો એ હતી કે હું એકલી જ હતી. ત્યારે મેં અનુભવેલી તારી ખોટ સાલી. ઝાડ પાન પણ મારી જેમ જ એકલાં ઉભા ઉભા ભીંજાઈ રહ્યાં હતા અને કોઈકના આવવાના માર્ગ પર ઉંચા થઈ થઈને એમની આંખો [...]
શીયાળો
શીયાળો - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 04, 2010
(English translation @ http://rutmandal.info/blossoms/2010/02/05/winter/)
આખું જગત ઓઢાડ્યું શ્વેત ચાદરે,
ક્યાં રાખ્યો ભેદભાવ સહેજે?
લીલુડી ધરણી, સુકો પટ નદીનો,
બોડા-લીલાં વૃક્ષો, મેદાન કોરા,
માનવસર્જીત કાટમાળ પણ ક્યાં,
ક્યાં છે એકેય વાદળી આકાશે.
ઉપર ભુરું આભ ‘ને નીચે સંગેમરમર,
નથી કોઈનો રંગ જુદો, નથી ઝઘડો.
ઉભો-ઉભો સુરજ મલકાતો હળવે,
‘ને આભ રાડો પાડી રોતું ખોબલે.
શીશીરનો માસ ધ્રુજે થરથર,
માથાં વાઢે શ્વેત હીમ [...]
દિલની વસંત
“દિલની વસંત” - રચના ઉપધ્યાય કમરાટા,25 January 2010
દિલની એક અંધારી બારીએ દઈ ગયું ટકોરા કોઈ,
અચકાતાં ખોલી જોયું તો લાગ્યું મારું અજનબી કોઈ
ખુલ્લી આંખે મળ્યું આંધળા અંધારાને ઈજન કોઈ
ચુંદડી ખસી ને શરમથી ઝુકી ગઈ આંખોયે કોઈ
દિલથી ઊંડો લીધો એણે જ્યાં શ્વાસ ભીનો કોઈ
પંચમી મ્હોરી ઉઠી રૂંવે રૂંવે નવેલી વસંતની [...]
વાસંતી વાયરે
વાસંતી વાયરે - ચીરાગ પટેલ જાન્યુઆરી 24, 2010
તારી પાંપણો ઉચકાઈ ‘ને વાસંતી વાયરા વાયા,
ખોબલે ભરી મ્હોર્યાં કેસુડાં ‘ને લાગણી હસી ઉઠી.
ભાવના બે અક્ષરો છવાયા તારા ચહેરા પર,
અધરોના રસઘુંટડા પીધાં ‘ને પ્રેમ છલકાઈ ઉઠ્યો.
તરબતર થયા હૈયાં જ્યારે દૈયડ દલડે ગુંજી,
વીખેરાતો પ્રેમ જાણે સુરજના અંશ, સમી સાંજે.
તારલાં મથતાં રમવા ભીનાં ચન્દરવે,
દાદાની ધાકે આછું-પાતળું ભાળી સંતાતા [...]

