મનમાં
“મનમાં” - રચના ઉપાધ્યાય કમરાટા… 21 Nov 2009
ઝીણું ઝીણું ઉગ્યા કરે છે મનમાં, ફાંસની જેમ ખૂચ્યા કરે છે મનમાં
તારી આંખો તર્યા કરે છે મનમાં, વર્ષાનાં ટીપાં ખર્યા કરે છે મનમાં
તારી સતત રાહ જોતી રહુ છું મનમાં,સ્વને ગોતતી ફરુ છું મનમાં
ઝાકળને સુંઘ્યાં કરુ છું મનમાં, તરસથી સોસવાતી રહું છું મનમાં
એકલતા ઝાંવા માર્યા કરે છે મનમાં, વમળોમાં ફસાયા કરું છું મનમાં
આત્માનો તકાજો ઉઠે છે મનમાં, અહમનાં ચીંથરાં ઉડે છે મનમાં
કેસુડાંસુ રક્ત ઝમ્યા કરે છે મનમાં, હોળી અહર્નીશ જલ્યાં કરે છે મનમાં
રંગોળી વીંખાયા કરે છે મનમાં, દિવાળીની અમાસ ઉગ્યાં કરે છે મનમાં
નીત એક શબ્દ ઉભરે છે મનમાં, થોડુ થોડુ કંતાયા કરે છે મનમાં
ગર્ભ “રચના”નો રહ્યા કરે છે મનમાં, કવિતાઓ જન્મ્યાં કરે છે મનમાં
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

રચનાબેનની આ ગઝલ એક સર્જકનો ભાવ આબેહુબ રજુ કરે છે.
તારી સતત રાહ જોતી રહુ છું મનમાં,સ્વને ગોતતી ફરુ છું મનમાં
ઝાકળને સુંઘ્યાં કરુ છું મનમાં, તરસથી સોસવાતી રહું છું મનમાં
- આ શેર અહર્નીશ ઝન્ખનાને પ્રતીબીમ્બીત કરે છે અને ભાવકને પણ આ તરસનો પાનો ચઢાવી દે છે.