ચાલને મા આપણે ચાલીયે
“ચાલને મા આપણે ચાલીયે” -
રચના ઉપાધ્યાય કમરાટા…July 2008.
ચાલને મા આપણે ચાલીયે.
હળવા હળવા પડતા ફોરામાં;
અડધા પડધા ભીંજાતા,
તપતી ધરતીની ઉઠતી ફોરમમાં
ને, જમીનના આ તારાઓમાં
રંગબેરંગી સુવાસ ભાળતા, ચાલને મા આપણે ચાલીયે.
વર્ષારાનીની ઝીણી ઝાંઝરીમાં,
મેધ-અશ્વોની હણહણાટી સાંભળતા,
વીજળીની ઝબુકતી રોશનીમાં; આ સ્રુષ્ટીના,
થોડા મીત્રોની પહેચાન તુ સમજાવે,
થોડી ઓળખાણો હું કરાવું;
વિકસતા સંબંધોનાં ઝુંડમાં ચાલને મા આપણે ચાલીયે.
આ કાળાશભર્યા રસ્તઓમાં,
ને જંગલના છાંયડાની લીલાશમાં,
આ જીન્દગીને માણવા જીરવવા,
ભુતકાળની વાર્તાઓ તુ સુણાવે,
ભવીષ્યની શક્યતાઓ હું જણાવું,
વર્તમાનને જીવતા જીવતા ચાલને મા આપણે ચાલીયે…
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


સરસ મજાનુ હ્રદયસ્પર્શી ભાવગીત, બહુ જ સરળ શબ્દોમાં જીવન વીશેનો નવો અભીગમ આપી જાય છે.