પતંગિયુ

પતંગિયુ - ચિરાગ પટેલ    નવેમ્બર 03, 2009

મન્દ વાયો પવન, ઉડ્યું પતંગિયુ કુંજગલીઓમા,
લીધો ઘડીક વિસામો રાતા ગુલાબને ખોળે.
અમૃત પીધું ઘટ-ઘટ, છીપી તરસ જન્મોની.
ઉમટ્યો પ્રેમનો સમન્દર હૈયે ઘુઘવતો, હીલ્લોળતો.

દૈવ રૂઠ્યો કાળમુખો, વને લાગ્યો દવ ભડભડતો.
પ્રેમી જંતુ થયું આકળ-વિકળ વિષમ વિચારે.
એકઠી કરી તાકાત સઘળી તાણી લીધી પ્રિયાને.
કુદતું-ઠેકતું-ઉછળતું-ઉડતું ભાગ્યું દુર ઝટપટ.
પટકાયું ધરણી પર થાકીને છેવટે પ્રિયા સંગાથે.
ક્ષત-વિક્ષત થાતું સમાયુ પાવક અગન ખોળે.
પ્રિયા થઈ સૂકીભઠ, પરાગ ઉડ્યાં ચોફેર સઘળાં.

વર્ષા ભીંજવે ધરતીને કાળાંતરે અનરાધાર.
પ્રિયાની રજથી ફૂટ્યાં અંકુર નવલાં જીવનસમ,
‘ને પ્રેમીની રાખ પોષતી એ અંકુરોને સદૈવ હરખાઈ.

(ઇંગ્લિશ ભાવાનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/11/06/butterfly/)

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

સરસ કલ્પના અને ભાવ.
શમા પર જાય પરવાના .. એ જુની કલ્પના થઈ ગઈ. વનમાં દવની કલ્પના ઘણું બધું કહી જાય છે.

ભાવનાઓ પર કઠોર વાસ્તવીકતાનો વીજય !!
કવીતાનો, નર્યો આ કવીતાનો જ વીષય !

કાવ્યનો અભીધાર્થ સમજાવે દશા ફુલ–પતંગની,
ને વ્યંગ્યાર્થ – ધ્વન્યાર્થ ચીંધે લીલા સંસારની !

કુદતું-ઠેકતું-ઉછળતું-ઉડતું ભાગ્યું દુર ઝટપટ.
પટકાયું ધરણી પર થાકીને છેવટે પ્રિયા સંગાથે

વાહ! ગઝબની રીતે ઝણઝણાવ્યા પ્રિય અને પ્રિયતમને.
ખૂબ જ સુંદર
રમેશકાકા(મહિસાવાળી બસથી આવ્યા)

Leave a comment

(required)

(required)