Archive for October, 2009
એરણને આશ
એરણને આશ - બંસીધર પટેલ ૨૯ ઓગસ્ટ ૧૯૯૨
મળ્યો જે ઘાવ, એરણ બનીને ઝિલ્યા અમે,
નથી ઉચ્ચાર્યો હરફ સુધ્ધા, ભલે ઝિક્યા ઘન થકી,
માગ્યું મળ્યાની નથી હાશ, જીવનમાં ઉચ્ચારી કદી,
નસીબના સહુ ખેલ છે, કરમ કેરા કરસનીયા.
ભીરુતા વળી હોય ક્યાંથી, ઝાલ્યો હાથ તમ તણો,
સંસાર લાગ્યો ખટ્મિઠો, સબંધોની વણઝાર ભરી,
ભાગી ભાગીને જાશું ક્યા, મૃગજળ વળી અનંત મહી,
આશ છે ઉર મહી [...]
ભેરુ મેહુલીયો
ભેરુ મેહુલીયો - બંસીધર પટેલ ૨૯ ઓગસ્ટ, 1992
નીલ ગગનમાં ઉડતી વાદલડી લાવી છે એક સંદેશ,
ઉરમાં અતિ ઉમંગ ભરી વિહરે નભ મંડળમાય.
ઘડીમાં ઉચી, ઘડીએ નીચે, કદીક કાળી ડીબાંગ,
મેહુલીયો લઈને આપે વધામણું મળશે મોટી શેખ.
વૃક્ષતણી લતાઓ સઘળી, દાદુર, મયુર નાચે અભંગ,
એ આવ્યો એ આવ્યો મલ્હાર મોઘેરો મહેમાન.
માચે કુદે સઘળા જીવ, જ્યમ રંકને મળ્યો શૃંગાર,
સહુ સૃષ્ટિના તાલે નાચે, [...]

