હુંફ
હુંફ - ચિરાગ પટેલ સપ્ટેમ્બર ૧૭, ૨૦૦૯
મૂછો મરડી સુરજ કેર વરતાવે,
ભડ ભડ ભડ ભડ અગ્નિ પ્રગટે.
ભારે દવ વન-વગડામાં લાગે,
માટી ઉભો એકલો પ્રેમ તાંડવે.
લીલુડી આવા અબોલા કેમ વેઠે,
ઉમડી ઘૂમરી ઘોર વાદળો ગરજે.
છન છન છન છન મેઘા વરસે,
છલકી મલકી તલાવડી બહેકે.
માટી પીગળે અલ્લડ મેઘ-મલ્હારે,
લીલુડી વીંટાતી ‘ને માટી અદીઠો.
કલ બલ કલ બલ કલશોર મચતો,
માટી-લીલુડીને પ્રેમ-અંકુરો ફૂટતા.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


ચિરાગભાઈ,
ખુબ જ સરસ રચના!
ચોમાસાના વાતાવરણને આંખો સમક્ષ ખડું કરી દેતી અસરકારક રચના અને શબ્દો ની સજાવટ એક તરફ સુરજ ની ગરમી અને બીજી તરફ ચોમાસું ઘેરાતા ગોંરંભાયેલા વાદળો ભર્યા વાતાવરણની આહલાદકતા સ્પર્શી ગઈ!