Archive for August, 2009
સમર્પણ
સમર્પણ - ચિરાગ પટેલ ઑગસ્ટ 23, 2009
શશાંક વરસાવતો હોય ઠંડી ચાંદની ધોધમાર,
તારલા વહાવતા હોય અનોખા મૈત્રક બેસુમાર,
ધરણિને ફૂટતું હોય તણખલે ઝાકળ પ્રસ્વેદ-સમું,
સમીર બહેકાવતો હોય નર્મદા-નીરને પ્રેમી-શો,
વાદળી ઢાકવા મથતી હોય ઉઘાડું ડીલ આકાશનું,
પીગળતા હોઈએ હું અને તું એકલા એમ માયરે,
ભળી જતા એકમેવ થઇ જગત-ફૂલેકે પ્રેમ-નાદે,
નાશ પામે સઘળુંય અસ્તિત્વ આ સાંનીધ્યે,
પ્રગટે અક્ષર જ્યોત માત્ર પ્રણવનાદ રેલાતો,
પ્રેમ પડઘાતો [...]
ઐક્ય
ઐક્ય - ચિરાગ પટેલ ઑગસ્ટ 20, 2009
(Written with Google transliteration)
દરિયાની રેતકણો બધી પારિજાત બને,
‘ને ગોઠવી નિસરણી સુવાસની,
સ્પર્શે ચાંદને.
અમાસના તારલા બધા ભેગા મળે,
‘ને સળગાવી મશાલ સ્નેહની,
શોધે ચાંદને.
યુગલ બધા હૈયે ગુલાબ ઉગાડે,
‘ને ઉડાવી પરાગ પ્રેમનું,
ચૂમે ચાંદને.
રોમેરોમ ચિતારો જડે ચાંદની બધી,
‘ને પીંછી બોળી લાગણીની,
છેડે ચાંદને.
આતમનો મોરલો ટહુકે મન-મંદિરીયે,
‘ને કળા સજાવી રાગની,
આખેટે ચાંદને.
(ઈન્ગ્લીશ રૂપાન્તરણ @ http://rutmandal.info/blossoms/2009/08/21/unity/)
સમ્વાદ
સમ્વાદ - ચીરાગ પટેલ ઑગસ્ટ 10, 2009
(ઈન્દ્રવજ્રા: ગાગા લગાગા લલગા લગાગા, અક્ષરમેળ છન્દ)
————————————————–
પ્રસ્તાવના: ઑગસ્ટ 10 થી શરુ કરેલું આ કાવ્ય આજે 14મી ઑગસ્ટ અને જન્માષ્ટમીએ પુરું કરું છું. કૃષ્ણ વૃન્દાવન છોડ્યા પછી કદી પાછા ફરતાં નથી અથવા પુરાણો કે શાસ્ત્રોમાં એવો કોઈ ઉલ્લેખ નથી. આ કાવ્ય દ્વારા હું એવી કલ્પના કરું છું કે, જો કૃષ્ણ [...]
યાદી તારી
યાદી તારી - ચીરાગ પટેલ ઑગસ્ટ 04, 2009
જોયો મે પુનમી ચાન્દો ખીલતો, તારા જેવું એ અલ્લડ હસતો.
જોયા મે લાખો તારા પલકતા, તારા જેવું એ કટાક્ષે મલકાતા.
જોઈ મેં ઝરમરતી વાદલડી, તારા જેવું એ છાને રોતી.
જોયો મેં ઝળહળતો સુરજ, તારા જેવું એ અંગે દઝાડતો.
જોયું મેં ખળખળ વહેતું ઝરણું, તારા જેવું એ અસ્ખલીત બોલતું.
જોઈ મેં ધીર ગમ્ભીર નદી, તારા [...]

