હું અને તું

હું અને તું - ચિરાગ પટેલ મે 28, 2009

બનું હું સદીઓથી ધીખતી રણની ખારી રેત;
‘ને ભીન્જવે તું વર્ષાઋતુની પહેલી લાગણીઓ થકી.

બનું હું પ્રચન્ડ વીસ્ફોટે વહેતો ધગધગતો લાવા;
‘ને ઠારે તું ઘુઘવતા સાગરના શીતળ પ્રેમ થકી.

બનું હું ગાજવીજ કરતા તોફાની પવનનો મેઘ;
‘ને વધાવે તું ઘેઘુર વનરાજીઓની કોમળ હુંફ થકી.

બનું હું ગર્વીલા પહાડોને ચુર કરતો ક્રુર ભુકમ્પ;
‘ને સમાવે તું વીશાળ નદીના ભરપટ પાલવ થકી.

બનું હું ત્રાહીમામ પોકારાવતો ધોમધખતો તડકો;
‘ને સહે તું ઘટાદાર વડલાની વ્હાલી ઉર્મીઓ થકી.

બનું હું હીમાલયની ટોચે કમ્પાવતો ઠન્ડોગાર હીમ;
‘ને ગરમાવે તું નવા મીલનની પલ્લવીત ઉર્જા થકી.

ભલે બનું હું આકળ વીકળ તડપતો પ્રેમમાં પાગલ;
તું હમ્મેશ લે આશ્લેષમાં એમ મને ભીનાં સ્પર્શ થકી.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

વીરોધાભાસી તત્વોને સાથે મુકીને સમન્વય સાધનારો પ્રેમ સરસ બતાવાયો છે. (પણ કાવ્યમાં જરુરી ચમત્કૃતી – રજુઆતની વીશેષતા; છંદનું માપ અને રદ્દીફ–કાફીયા વીષે વધુ ધ્યાન આપો તેવી અંગત ભલામણ છે.
– જુ.

જુ.કાકા,

મને જ્યારે લખવાની “ખણ” ઉપડે છે ત્યારે જે શબ્દોનો પ્રવાહ ઉમટે છે એ લખી દઉં છું. પણ, એ શબ્દોને કેવી રીતે મઠારવા એની કાંઈ ગતાગમ હજી પડતી નથી. કાવ્યની ટેકનીકાલીટી તો બહુ દુરની વાત જણાય છે. તમે કોઈ ઉપાય સુચવશો? મને હમ્મેશ એવું લાગ્યા કરે છે કે જો હું ટેકનીકલ બાબતો પર ધ્યાન આપીશ તો ભાવને કેવી રીતે ન્યાય આપી શકીશ? એ માટે કોઈ “ગુરુચાવી”?

કાકા, તમારી પાસે જે ભાથું છે એ બનાવતા શીખવો તો?

પ્રણામ,
ચીરાગ

કાવ્યોનું પઠન ખુબ કરવું જોઈએ, અને આ ભાવ કે વીચાર કવીએ કઈ રીતે/ટેકનીકથી મુક્યો છે તે જોતાં રહેવું. વધુને વધુ કાવ્યવાચન જ ઉપાય છે. મનમાં ઉદ્ભવેલું નોંધી રાખવું જેથી ભુલી ન જવાય.

પ્રયત્ન કરજો. – જુ

Hi,

Thank You Very Much for sharing this unforgettable article here.

Tried to write comment in Gujarati,but not successes.

Surely visit again and will try.

– Jay Garvi Gujarat

Leave a comment

(required)

(required)