રથયાત્રા
રથયાત્રા - ચીરાગ પટેલ મે 1, 2009
એક રથને દોડાવતાં બે ચક્ર સરીખા આપણે;
ઉબડખાબડ પથને મોજથી માણતાં આપણે.
એકબીજાને સાચવતાં એકસાથે જ આપણે;
સન્તુલન એમ જીવનનું જાળવતાં આપણે.
રથીને અહર્નીશ પુકારતા ઘટના ઉન્ડાણે આપણે;
પથરીલા માર્ગે દરકાર તેની રાખતાં આપણે.
બુચકારો ભલે પ્રેમનો ના સામ્ભળતાં આપણે;
અનુભવતા સાથનું અનોખુ રહસ્ય હ્રદયે આપણે.
ક્યારેક જળમાં ભીન્જાતા પુરેપુરા આપણે;
ક્યારેક દઝાડતા રસ્તે ખુબ મુંઝાતાં આપણે;
કદીયે કોઈ ઉન્જણની અપેક્ષા ના રાખતાં આપણે;
હમ્મેશાં ગતીશીલ ધ્યેય તરફ વધતાં આપણે;
પહોંચીશું જ્યારે ગન્તવ્યસ્થાને આમ આપણે;
રથી સમારશે બધી ઉપાધીઓ હરખાશું આપણે.
—————————————————————-
(તારીખ 16મી મે, 2009 એ અમારી 11મી લગ્નતીથી નીમીત્તે અમને અર્પણ!)
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


અભીનંદન.
પહેલી બે કડીઓ થોડી મઠારી ..
એક રથને દોડાવતાં બે ચક્ર સરીખા આપણે;
ઉબડખાબડ પથને મોજથી માણતાં આપણે.
એકબીજાને સાચવતાં એકસાથે જ આપણે;
સન્તુલન એમ જીવનનું જાળવતાં આપણે.
……
એક રથ દોડાવતાં બે ચક્ર સરખાં આપણે,
ઉબડખાબડ પંથ પર મોજે સરકતાં આપણે.
એકસાથે માનથી કરીએ જતન પણ આપણે,
એમ સંતુલીત જીવન વીતાવતાં યે આપણે.
આવી હરકત બદલ ક્ષમા.