એ કોણ?
એ કોણ? - ચીરાગ પટેલ એપ્રીલ 12, 2009
મારી આંખોનાં મોતી સાચવે એ કોણ?
મારી યાદોનાં તોરણ બાન્ધે એ કોણ?
જાતે બળી મારી જીન્દગી અજવાળે એ કોણ?
જાતે થીજી મારે હૈયે ટાઢક લાવે એ કોણ?
પ્રેમની ક્યારીમાં ગુલાબ ખીલવે એ કોણ?
પ્રેમનાં છોડને અમૃત સીંચે એ કોણ?
જીવનના માર્ગે ગાલીચો બીછાવે એ કોણ?
જીવનની ગાન્ડીતુર નદીને બાન્ધે એ કોણ?
સમન્દરની છોળે અલ્લડ હીલોળા લે એ કોણ?
આસમાને ઈન્દ્રધનુષી રન્ગ વીખેરે એ કોણ?
હુંફના તાપણે અસ્તીત્વની કેરી પકવે એ કોણ?
દુનીયાના તાપને રક્ષક બની ઝીલે એ કોણ?
મારા આયખે લાગણીની રન્ગોળી પુરે એ કોણ?
મારું અડધું હ્રુદીયું પ્રીયે, તુ જ તો છે ‘એ કોણ’!
—————————–
(આજે પારુલને જન્મદીને અર્પણ)
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.
Comments
પ્રેમની ક્યારીમાં ગુલાબ ખીલવે એ કોણ?
પ્રેમનાં છોડને અમૃત સીંચે એ કોણ?
અદભુદ! ગુલાબ અને પ્રેમનો છોડ…સુંદર રજુઆત ! આનંદ આવી ગયો.
હું કંઈક લખું ?
હું તારી પુજા કરું છું કે મારી ? તું તો અનંત ચૈતન્યનો પ્રવાહ છે…ચાલને માનીં લઊં કે દિપકમાં ઘી મેં પુર્યું છે. અરે ! તેને પ્રજ્વલિત પણ મેં જ કર્યો…પરંતુ તે પ્રકાશિત કોનાથી થયો ? આ પ્રકાશ બનીંને રેલાઈ રહ્યું છે તે કોણ ? અને છતાં મને કહે છે કે હું તારી આરતિ ઊતારું છું ! કોણ કોનીં આરતિ ઊતારે છે તે તો કહે ?

પારુલને આશીષ.