હશે?

હશે? - ચીરાગ પટેલ એપ્રીલ 09, 2009

કદીક થાય મને, એમ તે હોતું હશે?
ઉગતું ફુલ ખરી પડે, તો એ રોતું હશે?

તરસી તપ્ત ધરણી, અમીને ઝંખતી હશે?
ગરમ વરાળી વાદળે, વર્ષા બળતી હશે?

ચાંદો ઉગે અટુલો, સાથ કોઈ જોઈતો હશે?
તારલાં ટમટમે અગણ્ય, હૈયે દાઝતાં હશે?

લાવા ધગધગે ઘણો, સાગરથી રુઠ્યો હશે?
સુરજ ભડકે બાળે, ગ્રહોથી વીફર્યો હશે?

હરીયાળી ખુટે રોજ, ધરા સ્કર્ટ પહેરતી હશે?
વૃક્ષો મરતાં ચાલ્યાં, તાવથી મુંઝાતા હશે?

માનવતા મરી રહી, કોઈને દર્દ થતું હશે?
પશુ પણ મરી રહ્યાં, માણસ કરડતો હશે?

હૈયું ચુકે ધબકારો, મીઠડી યાદ કરતી હશે?
આનંદ વ્યાપે રોમ, પ્રેમ ધબકતો હશે?

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

ના- માનવતા હજી મરી પરવારી નથી.
હા- કદીક એવું મનમા એવું થાય ! પણ એમ હોતુ હશે ?????

જેટલી અને જ્યાં પણ છે, તેટલી અને ત્યાં માનવતા રહેશે જ.

Chokkas, Chiragbhai, Mithadi ya’d karati j hashe,

-Balvant Patel

પ્રીય ચીરાગભાઈ…
સરસ મઝાનું પ્રશ્ન કાવ્ય..!
હવે જુ.ભાઈની જેમ તેના ઉત્તરો તમારે જ આપીને નવી રચના લખવી પડશે હોં..!
સુનીલ શાહ

હૈયું ચુકે ધબકારો…પ્રેમ ધબકતો હશે ?????

એનો અંત સારો એનું બધું સારું !! બધી બળતરા છેલ્લી કડીમાં શમી ગઈ !
ધન્યવાદ !
– જુ.

Leave a comment

(required)

(required)