વટવૃક્ષ

વટવૃક્ષ

ઘણાં ગુજાર્યા સીતમ છતાં ઉભો છું અડીખમ અહીં,
વડવાના વડવાએ લીધેલો વીસામો મમ છાંયમાં,
ગુજરતી ગઈ પેઢીઓ બધી, લીધું નવપલ્લવીત રુપ,
ભલા-બુરાનો છું સાક્ષી, જેમ અક્ષય તેજ વીલસી રહ્યું.

ફુટતી ગઈ કુંપળો નવી, પાન-લત્તા બદલાઈ ગઈ,
મુળ તો એનું એ જ છે, નથી પડ્યો ઘસારો કહીં,
ઝીલ્યા ઘા બધાં ભલે, નથી ઉચ્ચાર્યો હરફ સુધ્ધાં,
વીવીધ મનખાં મળી બધાં, કર્યો સીતમ બેહદ.

કડવા ઘુંટ કાળ તણાં, ઘુંટ્યાં બધાં તન-મનથી,
કર્મઠ બની અડગ ઉભો નીડર વનરાજ શો,
ધર્મની ધારણામાં બન્યો વટસાવીત્રી નીમીત્તનો,
ગલીયાબેટનું સંભારણું કહી બન્યો કબીરવડ હું.

અનેક વડવાઈઓનો બન્યો વડો, વડલો મારું નામ જે,
આવે સંભારણું કો’ક દી, મળશું હેત સંભારણે,
ઉગશે નવી પેઢી તણું પ્રભાત, વીવીધ રંગો સજી,
હા, એ જ સ્તો હું વટરાજ છું, નામ મારું વટવૃક્ષ છે.

- બંસીધર પટેલ ઑગસ્ટ 28, 1992

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

આ કેવળ વડનું વર્ણન છે કે એક રુપક? અંને જો એક રુપક હોય તો કોના માટે?

દાદા, જવાબ આપવા પપ્પાતો હાજર નથી.

Leave a comment

(required)

(required)