મારું સત્ય
મારું સત્ય
અમને નથી ગમતું ફુલોના ઉપવનમાં;
શૈશવનાં શમણાં ગયા બધાં ઉડી નભમાં.
જીવનની ઝરમર ભલે રહી ભાગ્યના પીટારામાં;
પ્રેમતંતુ તણાં અવશેષો રાખી ફરીશું જગભરમાં.
છોને વહી જાય જીવનની વસંત વળી ઉતાપમાં;
શુન્યમનસ્ક બ્રહ્માંડમાં એકલા અટુલા છોને રહ્યાં.
મળીશું કો’કવાર અંધકાર તણી ઝીણી ભવરમાં;
દીધા છોને કોલ વીભુને વળતાં મળવાનાં વળી.
મળ્યા બાદ નથી વીસરાવાના આતમ કેરા સંભારણાં;
સત્યમ, શીવમ, સુંદરમ થકી પ્રકાશ્યું તેજ જગમાં.
હા, એ જ સ્તો છે જીવન તણું ગહન સત્ય વારું.
પંચમહાભુતનો દેહ મળી ગયો છોને રાખમાં;
આતમનાં અજવાળાં પથરાશે અમરદીપ તણાં સથવારે.
ભટકી-ભટકીને દેખી દુનીયા તણી સહુ શેરખી;
નથી દીઠાં કોઈ સજ્જન તણાં જીવ ભલાં સંસારનાં.
આ રહ્યું, આ ગયું, જીવન માટી મહીં ભળી ગયું;
મહેંક બાકી રહી, જેમાં ઉગાડ્યાં સુગંધીત પુષ્પો વળી.
હવે ગમ્યો મને આખો ઉપવન, વળી ફુલોની મહેંક સુધ્ધાં;
આવો લ્હાવો લેવા પ્રભુ દેજે પુનઃ જીવન સંસારમાં.
- બંસીધર પટેલ ઑગસ્ટ 20, 1992
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

આ રહ્યું, આ ગયું, જીવન માટી મહીં ભળી ગયું;
મહેંક બાકી રહી, જેમાં ઉગાડ્યાં સુગંધીત પુષ્પો વળી.
હવે ગમ્યો મને આખો ઉપવન, વળી ફુલોની મહેંક સુધ્ધાં;
આવો લ્હાવો લેવા પ્રભુ દેજે પુનઃ જીવન સંસારમાં.
===================
ક્યાંક ક્યાંક નીરાશાવાદી લાગતી આ કવીતાની આ લીટીઓ અદભુત છે.એક ફીલ્મમાં હંગલ હીરો હતો , અને છેલ્લી ઉગેલા ફુલ આ જ ભાવ વ્યક્ત કરતા હતા. મને એ ફીલ્મ બહુ જ ગમી હતી. નામ યાદ નથી.
મોક્ષ મેળવવાની ઝંખનાથી સાવ વીરુધ્ધ આ વીચાર , મારું બહુ જ માનીતું દર્શન છે.