પ્રેમને અર્પણ

પ્રેમને અર્પણ - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 12, 2009

કહું કે ના કહું, એમ અસમંજસમાં અટવાતો ગયો છું;
કહી જ દઉં છું, જીવનભરનો સાથ માંગતો થયો છું.

સમય-સંજોગોને આપ્યાં માન, કાયમ નમતો ચાલું છું;
જોઉં હવે મને માન આપે કેવાં, એમ મલકાતો જાઉં છું.

વીરહના ખરલમાં ઘુંટાતો પ્રેમ, જે નીખરતો જાય છે;
કાળની ચક્કીમાં પીસાતો પ્રેમ, હા! ફોરમતો થાય છે.

કાજળઘેરી રાતે ઉગતો રાહી તારલો, હૈયે અંધારું છે;
પુનમની રાતે આથમતો પ્રેમી તારલો, હૈયે અજવાશ છે.

પ્રેમની વેદી પર અર્પણ કર્યું બધું, વીરહ હવે અર્પું છું;
કાયાની બીછાવી રક્તીમ જાજમ, તારાં પગલાં સાંભળું છું.

બાકી રહ્યાં બે શ્વાસ છેલ્લાં, ત્યારે એકલી તું મળું છું;
તેં લીધો શ્વાસ છેલ્લો ખોળે, “મા”ને ત્યારે વીરમું છું.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

દિલ ચાહતા હે આજ ફિર છોટા સા બચ્ચા બન જાઉ..
Dil chahata hai aaj phir chota ban jau,
roz subah subah chutti ke bahane banau,
aur assembly mein aankhe khol ke prayer gau,
woh class meein chupke chupke tiffen kholu ,
aur pakade jane par pet dard ka jhooth bolon,
din bhar school mein masti maru aur bas mein juniors pe rob jhadu,
woh har din homework adhura reh jaye,
aur agle din meri copy ghar rah jaye,
har roz doston se rooth jau par zindagi bhar sath nibhane wala ek dost banau..
દ્

સુંદર રચના છે.

Leave a comment

(required)

(required)