પ્રેમનું સ્વપ્ન
પ્રેમનું સ્વપ્ન - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 03, 2009
સ્વપ્નમાં શોધી છે મેં તને એવી નીરાંતથી,
સૃષ્ટી અનોખી રચાઈ છે તારા એવા મીલનથી.
દુર-સુદુર હીમાલયે ઉત્તુંગ શીખરો ડોકાતાં હોય,
હવાની લહેરખી ગુલાબી ઠંડી રેલાવતી હોય,
ફુલોને સહેલાવતો પવન ભીની સુરખી છેડતો હોય,
નાનકડી વાદલડી મેઘધનુષને ઢાંકવા મથતી હોય,
પક્ષીઓની ચહેંક સુરાલયનો આભાસ દેતી હોય,
દીલનાં મંદ સુર તારસપ્તકમાં રણઝણતાં હોય.
લીલાંછમ ઘાસમાં કેડી નાની તું કોતરતી હોય,
રેશમી વાળ પ્રેમ સંગીતે અલ્લડ થીરકતાં હોય,
શ્વેત વસ્ત્રો પવન સાથે નીત રમત કરતાં હોય,
મૃગ સમ સાથળ સાથે નીતંબ નૃત્ય કરતાં હોય,
શ્યામલ આંખોમાં હર્ષાશ્રુ આવાગમન કરતાં હોય.
પ્રીયે! સપનું પણ જ્યારે સાચું ઠરતું હોય,
મળજે મને ત્યારે.
“પી’ કો ખોજન મૈં ચલી, આપ હી ગઈ હરાઈ”!
અસ્ખલીત વહીને હું લીન થઈ જાઉં.
તારા પ્રેમે સ્વેચ્છાએ ઓગળી જાઉં.
તને ચીરયૌવન અર્પણ કરતો જાઉં.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


http://gujaratisahityasangam.wordpress.com/2009/02/09/%e0%aa%8b%e0%aa%a4%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3%e0%aa%a8l-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%b0%e0%aa%be%e0%aa%97-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2/