વેરી
વેરી - ચીરાગ પટેલ જાન્યુઆરી 30, 2009
કેમ કરી સમજાવું દીલને? દ્વેષે બળે પ્રતીક્ષણ.
શોધે છે એનો વેરી તારી હરએક હલચલમાં.
તારી ધડકનોને સમાવતી શય્યામાં છે રજાઈ,
તને આલીંગતી સુવે રાતે, કેવી એ સદભાગી.
સ્નાન કરતી તું હુંફાળા પાણીની ધારે રોજ,
તારા અંગેઅંગને સ્પર્શતી, કેવી એ સદભાગી.
સમારતી તું ઘટાદાર વાળ જ્યારે કાંસકી વડે,
પસવારે તારા રેશમી કેશ, કેવી એ સદભાગી.
સજતી તું શણગાર સોળ સુવર્ણ આભુષણે,
ચુમે તારા હ્રદય, કટી, હસ્ત; કેવાં એ સદભાગી.
પહેરતી તું પગરખાં ચમચમાતાં આખેટે,
ઝીલતાં પાદપ્રહાર તારો, કેવાં એ સદભાગી.
ક્ષુધાશમન કરતી તું નવાં આમ્રફળ સંગાથે,
ચુંબન પામે તારા અધરોનું, કેવું એ સદભાગી.
સંતાપ પામતું આ દીલ, યાદી છે એની ઘણી,
શક્તી પામે સહેવાની તે, યાદો તારી છે ઘણી.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

ચિરાગ ભાઇ તમારી રચના વાંચીને મને એક જુની ફીલ્મ ’ધ ટ્રેઇન’નું ગીત યાદ આવી ગયું.
” મુઝસે ભલા યે કાજલ તેરા, નૈન બસે દિન રૈન .. ઓ સોણીએ…”
-સુંદર