તુ

તુ - ચીરાગ પટેલ નવેમ્બર 14, 2008

તુ.
મારી પ્રીયા.
મારી સખી.
મારા હ્રદયનો સુગન્ધીત ટુકડો.
યજ્ઞાઆહુતીથી પ્રજ્વલીત અગ્નીશીખાની અણીયાળી ટોચ જેવી.
ગુલાબની ભીની પંખુડી પરથી ઉઠતી મદમાતી ફોરમ જેવી.
‘મા’ના ચરણોને સમર્પીત પારીજાતની કેસરી ઝાંય જેવી.
અલકનન્દાનાં જોશભેર ખડકો પર ધસતાં પાણીની ધાર જેવી.
સાગર તરંગોની પછડાટ પછી ઉદભવતી મન્દકળા જેવી.
તપ્ત રણમાં પડતાં પહેલાં વરસાદના ત્રીજા બુન્દ જેવી.
લીલી વનરાજીમાં સુર્યકીરણોને ઝીલી લેતી વૃક્ષઘટા જેવી.
શ્યામલ મેઘને ઝીલવા આતુર ઉત્તુંગ પહાડી જેવી.
દુધ-પાણીમાંથી દુધનો ચારો વીણી લેતી રાજહંસલી જેવી.
કળાયેલ મોરની મલપતી અભીસારીકા ઢેલ જેવી.
નવજાત શીશુના પયપાન વખતના સંતોષી સ્મીત જેવી.
નવોઢાના પ્રથમ અનાવરણ વખતે ગાલો પર ઉઠતી લજ્જા-લકીરો જેવી.
ઘાસ પર બેઠેલાં ઝાકળના બીન્દુ પર પડતાં સુર્યના પહેલાં કીરણ જેવી.
મધુપાન કરતા ભ્રમરની પાંખોને હળવે ફરફરાવતી હવાની અલ્લડ લહેરખી જેવી.
આ બધી ઉપમાઓ અને વણખેડેલી ઉપમાઓ જેવી.
મારા અસ્તીત્વને નવું પરીમાણ આપતી તુ.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

1967 - 68 ની સાલ યાદ આવી ગઈ.

પ્રિય સખી માટેની સુંદર ઉપમાઓ ગમી ગઈ..!

કેમ છો? ગુજરાતી પ્રતીભાવની પરીક્ષા…

બહુ સરસ કલ્પના.ધોધની જેમ વહેડાવી…

તપ્ત રણમાં પડતાં પહેલાં વરસાદના “ત્રીજા” બુન્દ જેવી ??!!!

લીલી વનરાજીમાં સુર્યકીરણોને ઝીલી લેતી વૃક્ષઘટા જેવી.
શ્યામલ મેઘને ઝીલવા આતુર ઉત્તુંગ પહાડી જેવી….. વાહ્.. !!

પ્રથમ બુન્દથી રેતીમાં ઠંડક પ્રસરે છે. બીજા બુન્દથી રેતી ભીની થવાની શરુઆત થાય છે. ત્રીજા બુન્દથી એ સમ્પુર્ણ ભીની થાય છે.

Leave a comment

(required)

(required)