આળ
આળ - ચીરાગ પટેલ નવેમ્બર 04, 2008
એમણે લગાવ્યું આળ, ગણ્યો મને પથ્થરદીલ;
ક્યાં જાણે છે એ, પીગળે હરપળ આ મોમદીલ.
રુંવે રુંવે બની આર્તનાદ હસે, પ્રગટે છે એકરાર;
ક્યાં સામ્ભળે છે એ, વીલાયો સાદ આ બેકરાર.
ઝાકળે રચાયું આભ ઈન્દ્રધનુષી, પાંપણે પ્રેમ;
ક્યાં શોધે છે એ, નીતરે મોતી, અક્ષોનાં ક્રમ.
નીચોવી હૈયું જાણ્યું, પડઘાયો એમનો રાતો હેત;
ક્યાં તલસે છે એ, જુદાઈ નીપજાવે દરીયો-રેત.
ઘમ્મ વલોણું ફરે, ભૌતીક, આધીભૌતીક, દૈવીક;
ક્યાં સમજે છે એ, અટકે દુર, જોઈ પ્રેમ દૈહીક.
આતુર હસ્ત-આલીંગન, અનુભવે એમની સુગન્ધ;
ક્યાં આવે છે એ, શાહમૃગ-સમ બને રેતમાં અન્ધ.
સર્પ સુષુપ્ત જાગે, સળવળાટ કરતો ચક્રે સાત;
ક્યાં ભાગે એ, નથી કોઈ અંતર, જન્માંતર સાથ.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


બહુ દર્દ ઠાલવ્યું છે …