Archive for November, 2008
તુ
તુ - ચીરાગ પટેલ નવેમ્બર 14, 2008
તુ.
મારી પ્રીયા.
મારી સખી.
મારા હ્રદયનો સુગન્ધીત ટુકડો.
યજ્ઞાઆહુતીથી પ્રજ્વલીત અગ્નીશીખાની અણીયાળી ટોચ જેવી.
ગુલાબની ભીની પંખુડી પરથી ઉઠતી મદમાતી ફોરમ જેવી.
‘મા’ના ચરણોને સમર્પીત પારીજાતની કેસરી ઝાંય જેવી.
અલકનન્દાનાં જોશભેર ખડકો પર ધસતાં પાણીની ધાર જેવી.
સાગર તરંગોની પછડાટ પછી ઉદભવતી મન્દકળા જેવી.
તપ્ત રણમાં પડતાં પહેલાં વરસાદના ત્રીજા બુન્દ જેવી.
લીલી વનરાજીમાં સુર્યકીરણોને ઝીલી લેતી વૃક્ષઘટા [...]
આળ
આળ - ચીરાગ પટેલ નવેમ્બર 04, 2008
એમણે લગાવ્યું આળ, ગણ્યો મને પથ્થરદીલ;
ક્યાં જાણે છે એ, પીગળે હરપળ આ મોમદીલ.
રુંવે રુંવે બની આર્તનાદ હસે, પ્રગટે છે એકરાર;
ક્યાં સામ્ભળે છે એ, વીલાયો સાદ આ બેકરાર.
ઝાકળે રચાયું આભ ઈન્દ્રધનુષી, પાંપણે પ્રેમ;
ક્યાં શોધે છે એ, નીતરે મોતી, અક્ષોનાં ક્રમ.
નીચોવી હૈયું જાણ્યું, પડઘાયો એમનો રાતો હેત;
ક્યાં તલસે છે એ, જુદાઈ [...]
