Archive for September, 2008
સર્જન
સર્જન - બંસીધર પટેલ ઑગસ્ટ 19, 1992 00:11am
સૃષ્ટીની રચનામાં સર્જનહારને શું સુઝ્યું?
કે આ બે પગવાળો માણસ દીધો બનાવી.
શું શું અરમાનો રાખ્યા’તા તારી પાસે ઓ મનુષ્ય!!
બધાં સપનોની ઈમારત કરી ભસ્મીભુત પલવારમાં.
સર્જનના નામે કર્યું વીસર્જન, સારાના નામે કીધું બુરું.
ગુણો ભુલી બધાં, અવગુણોની ચાદર ઓઢી લીધી તે.
ભલાબુરાનો ભેદભરમ સાવ ભુલી ગયો તું આજ,
રણને [...]
પ્રણય
પ્રણય - ચીરાગ પટેલ સપ્ટેમ્બર, 19, 2008
સખી, અન્ધારે પ્રગટાવે દીવડાં અનેરાં;
જગવે આતમે પ્રેમનાં રોમાંચ અનેરાં.
દુનીયા આથમે, ઉગતી ત્યારે સહીયર;
વીસામો મોટા છાંયે, હોય પોતે મહીયર.
ધર્યાં ભેખ સંસારના, ચાલ્યો કર્તવ્ય પથ;
માંહ્યલો જાણે ‘મા’નો જ સાચો એક પથ.
હસતું રમતું ફુલ જાણે પ્રગટાવે બધે સ્મીત;
જળકમળવત ખીલતું, અપનાવી એક મીત.
ડાળ બની ચન્દન, પ્રણય સ્ત્રોત મલયાનલ
પલળે ચન્દન સુવાસે હવે એ મલયાનલ.
ક્યાંથી [...]
જોગીડો
જોગીડો - ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008
રે જોગીડો ચાલ્યો આજે સાચી રાહ પર,
ભેખ ધર્યો અનોખો, રસ્તો પકડ્યો નવો.
રે જોગીડો…
મારી ડુબકી અતળ પાતાળે, મુલાધારે,
ત્યાં તો ભાત ભાતનાં મોતીડાં પામ્યો.
[...]
વનદેવી
વનદેવી - ચીરાગ પટેલ Sep 07, 2008
ઓ વનદેવી! શ્વેત વસ્ત્રાથી આચ્છાદીત, આહ્લાદક!
પારીજાત સરીખી પવીત્ર, પ્રગલ્ભીત.
સ્વર્ગનો પમરાટ, પ્રસ્ફુલ્લીત અંગે-અંગ.
પ્રસરે તવ સુગન્ધી કસ્તુરી દુર્લભ.
દેહલતા પર સુવર્ણ રજ ચમકતી.
આકર્ષક મુખમંડળ, અવર્ણનીય, કમનીય.
ધીરે ધીરે સરતી ધીર ગમ્ભીર ચાલ.
જોઉં તને હમ્મેશ, સ્વપ્નસમ ભાસતી.
આ આગોશમાં જ ભાળું.
રે… એ તો ભ્રમ માત્ર જ.
ક્યારે, ઓ વનદેવી! કેવો હું તલસું!
આતુર હું ‘મા’ના દર્શન માટે.
વનદેવી, [...]
