Archive for October, 2007
અનંતની સફરે
અનંતની સફરે - બંસીધર પટેલ
પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.
જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે [...]
પર્યાવરણની પાંખે
પર્યાવરણની પાંખે - બંસીધર પટેલ
પુષ્પમાં સૌરભ નથી, જીવનમાં મહેંક નથી;
થયો છે શુષ્ક સંસાર, સૃષ્ટીમાં બહેક વધી.
વીલાઈ ગઈ અમી બધી, બાષ્પ થઈ સહજ ગઈ;
કલરવ મીઠો વીહગ તણો, ઉડી ગયો અવકાશ ભણી.
ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.
ઝાડ પાન [...]
નયનની પલકોમાંથી
નયનની પલકોમાંથી - બંસીધર પટેલ
દ્રષ્ટીહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.
ભંવરો ઉંચી નીચી થાય છે જ્યારે,
અણસાર તમારો આવી જાય છે.
સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદયકમળ અતી પુલકીત થઈ જાય છે.
અંધારાં ઉલેચીને મેળવેલી દ્રષ્ટીથી નયનો ભીંજાય છે જ્યારે,
મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.
સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે [...]
સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ
સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ
હરીને ભજવા કરતાં મળે જો હરીનો લાલ, તો લેજે ખબર એની પ્રથમ;
કરેલું દાન સાચા હ્રદયનું કોઈને, નથી જતું એળે કદી, એ વાત વીસરીશ નહી.
નમન છે સાચું ઈશ્વરનું, ગમે છે એને પણ પ્યારું ઘણું એ વાત સમજી લેજે;
વીનય એ ભક્તી ખરી, વીવેક એ યોગ ઉત્તમ, કર્તવ્ય એ નવધા ભક્તી.
માળા ફેરવી કેટલાય માનવે, [...]
સમયના સથવારે
સમયના સથવારે - બંસીધર પટેલ
સમયના સથવારે, લોહીયાળ મચ્યું છે યુધ્ધ ટોળાશાહીનું;
સફેદ ઝભ્ભામાં સજ્જ બની, ઉભેલાં ચાડીયા એ નેતા બધાં.
ઉપરની સફેદીમાં, હ્રદય કાળું ડીબાંગ છે, હાથીદાંતનો ઘાટ બધો;
જનતા બીચારી શું કરે? અહીંતો વીણવા ઘઉં કંકરમાંથી હવે.
સાચો કોણ? ખોટો કોણ? પારખવાની ભ્રમીત થઈ છે મતી;
પક્ષાપક્ષીનો ગજગ્રાહ મચ્યો ત્યાં, નીષ્પક્ષતાનું નીશાન નથી.
દુધ પાઈને ઉછેર્યાં ભુજંગ, ઓકશે વખ એ [...]
ઉત્સવ
ઉત્સવ - બંસીધર પટેલ
અસ્તીત્વનો ઉત્સવ ઉજવો શું, લજ્જા નથી આવતી;
માનવ રહ્યો છે શું માનવ કે આટલું ગર્વ એ લઈ શકે?
આપ્યું હતું નીર્મળ જીવન પ્રભુએ, ઘણાં પ્યાર અને આશીષથી;
વેડફી દીધું સર્વસ્વ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના સમાગમથી.
પારેવાની જેમ ફફડી રહ્યો આત્મા, ચેન-શાંતીનું નામ નથી;
ઉચાટનાં અફાટ સમંદરમાં, અશાંત બની વીચરતો તું.
નથી રાખી કશી કમી, કરવા ન કરવાનું [...]
Blogadda.com
વૈદિક માનવ ધર્મ
વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ
આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ [...]

