Archive for July, 2007
guru purnima - Chirag Patel
ગુરુ પુર્ણીમા - ચીરાગ પટેલ Jul 30, 2007
વીવેકાનંદ સ્વામી હે, છે રામકૃષ્ણ પામતાં |
આકાશે તમ સપ્તર્ષી, અવતરણ પામતાં ॥
ભારતનાં સપુતોમાં, ક્રાંતીકારી તમે જ છો |
ભવ્યતમ જતીઓમાં, ગુણનીધી તમે જ છો ॥
સભાઓ ગજવી જ્યારે, બધાંને ભાવ થાય છે |
ઉપનીષદ અમૃતે, નીચોવી આપ પાવ છો ॥
પીરસ્યું રાજયોગે જે, નીખાર્યું પ્રેમયોગમાં |
નીરખ્યું કર્મયોગે જે, નીતાર્યું ભક્તીયોગમાં ॥
શુભ નીષ્ઠા [...]
ghantnaad - Bansidhar Patel
ઘંટનાદ - બંસીધર પટેલ
મંદીરની ઘસી પગથારો, તોય હરી નવ મળ્યો;
ઘસ્યા મંજીરા, સાજ બેહદ, તોય વ્હાલો નવ રીઝ્યો.
કર્યું શાસ્ત્ર અધ્યયન અતી, તોય પ્રભુ નવ પીગળ્યો;
ધોઈ મુર્તીઓ સવાર સાંજ, તોય વાલમ નવ ઝુક્યો.
હવે છોડો એ જીદ, ઘંટના સુર થયા બેસુર;
લળી લળી લાગો છો પાય, એ વીસરેના કસુર.
રાત દીન કર્યા બહુ ઉજાગરા, પથ્થર કેમે રીઝે;
ભજન-કીર્તન કેરા નાદ, પહોંચ્યા [...]
aachaar sanhitaa - Bansidhar Patel
આચાર સંહીતા - બંસીધર પટેલ
આજ સુધી દુનીયાના જેટલા સંત, મહાત્મા, પયગંબર, ઓલીયા, ફીલસુફ થઈ ગયા તે તમામ; અરે ભગવાન શ્રીકૃષ્ણે પણ વીશ્વના મહાન ગ્રંથ ‘ભગવદ ગીતા’ દ્વારા કર્મના સીધ્ધાંતો દુનીયા સમક્ષ મુક્યા. ખરેખર આચાર સંહીતા એ સાપેક્ષ બાબત છે. તમામ ધર્મોનાં મુળમાં સ્વીકૃત આધાર સ્થંભ સમાન છે. સૃષ્ટીની ઉત્પત્તીથી આધુનીક દુનીયાની વાસ્તવીક પ્રગતીમાં પણ આચાર [...]
saapex - Chirag Patel
સાપેક્ષ - ચીરાગ પટેલ Jul 19, 2007
આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.
મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.
મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.
તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો [...]
pankti07 - Chirag Patel
મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’
thayu kudaratane ke - Bansidhar Patel
થયું કુદરતને કે… - બંસીધર પટેલ
થયું સુરજને કે ઘડી હું આરામ લઉં,
પણ થાશે શું જગતનું વીચારી રહ્યો.
થયું પવનને કે ઘડી લહેર બંધ કરું,
પણ જીવશે કે કોઇ વીચારી રહ્યો.
થયું જળને કે હું ધરાથી વીલાઇ જઉં,
પણ તરસે મરશે જગત વીચારી રહ્યું.
થયું આતમરામને કે ઘડીક બહાર જઉં,
પણ ખોળીયાની કીંમત શું વીચારી રહ્યો.
થયું કુદરતને કે ઘડીક આરામ લઉં,
પણ ક્રમ [...]
panktio - Bansidhar Patel
પંક્તીઓ - બંસીધર પટેલ
1—>
ઉતારવા થાક પુરા દીનનો, આવી સંધ્યા, મીલનની હોંશથી;
નીશાના ઓછાયા ઉતરશે કાળા ડીબાંગ, ડરી જશે બીચારી સંધ્યા.
2—>
નમસ્તે સદા વત્સલે માતૃભુમે
ત્વયા હીંદુભુમે સુખમ વસ્ધીતોડહમ ॥
મહામંગલે પુણ્યભુમે ત્વદર્થે
પતત્વેષ કાર્યો નમસ્તે નમસ્તે ॥
અર્થ: હે વત્સલ માતૃભુમી, હું તને સદાય પ્રણામ કરું છું. હે હીંદભુમી, તેં જ મને સુખમાં ઉછેર્યો છે. હે મહામંગલમય પુણ્યભુમી, તારા માટે મારું [...]
shaayaree2 - Jigna Patel
જીજ્ઞા પટેલ - Jul 02, 2007
આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે,
શું કહું હૈયા મહીં શેની આ આગ છે;
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાઓ ના,
દીલ બળી તણખો ઉડ્યો છે તેનો આ દાગ છે…
shaayaree1 - Jigna Patel
જીજ્ઞા પટેલ - Jun 30, 2007
પાણી બની ને હું તો વહેતી ગઇ,
ખાડા ટેકરા સહેતી ગઇ;
સમુંદરની ઝંખના કરતી ગઇ,
પણ કોણ જાણે કેમ રણમાં સમાતી ગઇ…
નીરાશા ભરી નજરોએ જોઉં ઉજ્જડમાં જડ,
થોડું આગળ વધી જાણ્યું એ મૃગજળ;
કહે છે લોક આશા અમર,
તો કેમ આમા મારા ભાગ્યમાં વમળ…
કહું છું સાગરને ચાલ કરીએ બેડો પાર,
પણ ના સમજે એ મારો ભરથાર;
કુદરતની લીલા [...]
kharo raahabar - Bansidhar Patel
ખરો રાહબર - બંસીધર પટેલ Sep 14, 1992
ઉડું હું બની વીહગ, ઉંચા અનેરા નીલ ગગનમાં;
વીહાર કરું હું દુર-સુદુર, અથાગ પરીશ્રમનાં ભાવ વીના.
નીરખું હું પુનઃ પુનઃ, સૃષ્ટી તણા સકળ સૌંદર્યને;
ભર્યા ભર્યા સમંદર જોયાં, રંગબેરંગી ઉપવન ઘણાં.
નગર, શહેર, અને મરુસ્થળ જોયાં, નદીનાળાં અનેક;
નથી સ્પર્શી માયા મને, નથી કશાયનો ઉદગાર.
જળકમળ બની નીરખું મનભાવન વીશ્વ ભરી;
હશે નીયમ એવો કંઇક, [...]
vasant - Bansidhar Patel
વસંત - બંસીધર પટેલ Sep 14, 1992
ખીલી છે વસંત પુરબહાર, નાચે મયુર પપીહા.
અજંપો દીલમાં ભરી, મન ઉચાટ અનુભવ કરે.
પમરાટ કીટક-જંતુઓનો, ભાંભરતો ગીરીરાજ.
ખળખળ વહેતું ઝરણું સાથે, નથી ઉષ્મા તાલમાં.
વાગે છે દુર વાંસલડી, કરે હ્રદયમાં ઝણઝણાટ.
સુંદરતા ઠાંસી ભરી, વન લલીતા સોહામણી અતી.
મળવા પ્રાણ પ્યારા પ્રીતમને, તરસી રહી બુલબુલ.
અવાચક બની નીરખી રહ્યો, ઉપર આભ, ગગન રસાતળ.
ખોવાઇ ગયો હું [...]
maaNasaai - Bansidhar Patel
માણસાઇ - બંસીધર પટેલ Sep 14, 1992
શયતાનો ફરે છે બધાં, છુટાં હરાયાં ઢોર જેવાં.
હશે કોઇ બાંધવા ખીલે, રોકવા સ્મશાન બનતું આ સંસારને!
ઉડી ગઇ છે અમી બધી, આંખો બની નીસ્તેજ ઘણી.
આવ્યો છે જમાનો એવો, કળીયુગનો કાળ બની.
નથી ભલાની જીંદગી, છે એ શયતાનોની.
વીવેકબુધ્ધી તારું નામ નથી, માણસાઇ બધી ખાડે પડી.
બન્યો છે મનુષ્ય લોહી તરસ્યો વરુ, બનીને સાકી [...]
shaishav ni jhankhanaa - Bansidhar Patel
શૈશવની ઝંખના - બંસીધર પટેલ Sep 14, 1992
મળે જો શૈશવ પાછું અમોને,
નથી આશા હવે ભવીષ્યનાં જીવનની.
જે વીતાવ્યું જીવન અમે,
ઘાણીના બળદથી શું એ કમ હતું?
રડી હસીને કાઢ્યાં દીવસો,
સંસારની સરગમ ગાવા અમે.
થાય છે અતી ઉચાટ મનમાં,
યાદ કરતાં જીંદગી ભુતકાળની.
વહાવી દીધું યૌવન અમે,
પાણીના મુલે અલ્પકાળમાં.
જોયા છે મરદ અમે ઘણાં,
જીવી ગયા શી ભલી જીંદગી.
રહસ્ય એનું પામવા અમે,
જોયા કંઇક ભડવીરને.
પીછાણ્યું [...]
maaraa iShTa - Bansidhar Patel
મારા ઇષ્ટ - બંસીધર પટેલ Sep 14, 1992
રસ્તાઓ માપી બધા, અચરજ થાય શેં વાતનું?
છે આ જ રસ્તા જીંદગીના જટીલ કઠીન.
વટાવી કંટકો રાહના, ભાગ્યા દોડ્યા કાયમ સહુ,
નથી ઉચ્ચાર્યો હરફ સુધ્ધાં, સહન સહુ સીતમ કર્યા.
મળ્યા છો રાહબર સાચા ભેરુ, તાલમેલ સુર બધાં,
કરીશું સહન હશે જે કંઇ કષ્ટ ઘણાં બધાં.
નથી ભાગવાનો આશય અમારો,
ભલે હો આસમાની કે સુલતાની.
કર્યો છે [...]
saurabh suman - Bansidhar Patel
સૌરભ સુમન - બંસીધર પટેલ Sep 14, 1992
મહેંક ઓશીયાળી નથી પુષ્પોની
છે પુષ્પોમાં સમાયેલી મહેંક અહર્નીશ.
નથી પુષ્પોએ માગી કદી સૌરભ
કે લીધી ઉછીની અન્યની પાસે.
અનુભુતીનો આભાસ છે ખરો
સ્વર્ગની આહ્લાદક્તા પ્રસરતી બધે.
માદકતા ભરી રગેરગમાં સુમન
નીરખતાં ઠરે આંખો ભર્યા ભદર્યા ચમનમાં.
કરે છે તરોતાજા વાતાવરણને
વેરી પણ દોસ્ત બને છે ફોરમથી.
અંગોમાં નીતરી રહ્યું સૌંદર્ય અનુપમ
વીલસી રહી ગહન શાલીનતા મદમસ્ત.
પ્રગાઢ પ્રેમનું પ્રતીક [...]
maanav mandir - Bansidhar Patel
માનવ મંદીર - બંસીધર પટેલ Sep 14, 1992
કરવા માનતા પુરી, જતાં હતાં મંદીરે ભગવાનના;
ક્યાં ખબર હતી અમોને, ભાવી તારા પેટાળમાં શું છુપાયું?
દોડતી આવી સામે, મોત બની માતેલા સાંઢ સમી;
પળ બેપળમાં ઝડપથી, આવી ગયાં અંધારા, આંખે ન દેખાયું કશું.
ફરી વળી અથડાઇને, અધીરી બની, જેમ ત્રાટકે, ઝબુકે આકાશે વીજળી;
હશે નસીબ કોનું, પુણ્ય વળી પુર્વે તણું, કે આવનાર [...]

