Archive for April, 2007

aartanaad - Bansidhar Patel

આર્તનાદ - બંસીધર પટેલ
ઝીલ્યા છે ઘા એરણ બની, જીવનમાં હથોડ તણા;
ખેડી છે સફર અફાટ સમંદરની, બની સાગરખેડૂ સખા.
નથી ભાર્યા દિન કે રાત, કરી દોડમદોડ અહર્નિશ અવિરત;
વેઠીને કષ્ટ બેહદ, કરવા સુખી સ્વજનને હરહંમેશ.
હાંફતાં હાંફતાં લીધી રે વાટ, કિનારો હવે લાગે નજદીક;
ભૂલીને સમયની સરગમ, છેલ્લે બન્યા રાંક ફકીર.
ભર્યોભાદર્યો નિરખી સંસાર, અમ અંતર ખીલે પુરબહાર;
નાના-મોટા બાળકોને કર્યા છે [...]

spand - Chirag Patel

સ્પંદ - ચિરાગ પટેલ Aug 22, 1999
મળ્યાં બે ધબકાર અને પ્રકાશ્યું એક જીવન;
પ્રગટી ચેતના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.
ખળખળ વહેતી અલખનંદા, મળી મહાસાગરને;
ઊભરી મેઘગર્જના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.
પુષ્પ પાંગર્યું આ વનરાવનની લતાશ્રેણીઓમાં;
પ્રગટી સુગંધ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.
લીલુડી ધરતી પર ઝરમર છાંટણાં વર્ષાનાં;
મ્હેંકી અવની, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.
ઝબૂકી વીજળી, જઇ મળી પેલી નાની [...]

Indian Music - Chirag Patel

ભારતીય સંગીત - ચિરાગ પટેલ Apr 18, 2007
પ્રાચીન - આર્વાચીન ભારતીય જીવનમાં સંગીતનું ઘણું જ મહત્વ રહ્યું છે. આપણાં દરેકના જીવન સાથે આધ્યાત્મિક, શાસ્ત્રીય, ફિલ્મી કે આધુનિક - દરેક પ્રકારનું સંગીત વણાઇ ગયું છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા સમાધિ પણ પ્રાપ્ત કરી છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા ચમત્કાર પણ કરી બતાવ્યાં છે. સંગીત જુદાં-જુદાં વાદ્યો [...]

pratixaa - Chirag Patel

પ્રતિક્ષા - ચિરાગ પટેલ Aug 01, 1999
જન્મોજન્મની પ્રતિક્ષા પછી થયું છે મિલન;
મિલનનનો હર્ષ પામ્યા પછી મળી છે પ્રતિક્ષા.
મદભરી એ ક્ષણોએ અનુભૂતિ કરાવી અનંતની;
હોય કાંઇ, ગમે છે આવી દર્દભરી ક્ષણો પણ.
સુવાસભરી એ હ્રુદિયામાં, મોટા અંતરાલથી;
ભીની-મીઠી ખુશ્બુ, તરબતર કરે છે મનને.
અવિચળ એવો હિમાલય, યાદ અપાવે હંમેશ;
ભલે હોય સંઘર્ષ, રાખો ઉન્નત મસ્તક પ્રેમથી.
થશે પાછું મિલન, ધડીઓ ઝડપથી વીતતાં;
સાક્ષી [...]

pralaya-Bansidhar Patel

પ્રલય - બંસીધર પટેલ
ભાસે પ્રલય ભયંકર નજદીકમાં, ભાસે પ્રલય ભેંકાર;
જતી-સતીએ ભાખ્યા વેણ સાચ, જગમાં ભાસે પ્રલય ભેંકાર.
નવ નદીઓના નીર ચઢશે ઘોડાપૂર વિશાળ, ભાસે પ્રલય ભેંકાર;
વરસશે અગનગોળા આકાશથી, ભાસે પ્રલય ભેંકાર.
થાશે માંહેમાંહે યુધ્ધ કે ભાસે પ્રલય ભેંકાર;
ભાસે અણચિંતવ્યાં એંધાણ, ભાસે પ્રલય ભેંકાર;
અન્યોઅન્યનો રહેશે લગાર ના સાથ, ભાસે પ્રલય ભેંકાર.
ધરમ-કરમ સહુ જાશે રસાતળ કે નજીકમાં ભાસે પ્રલય [...]

prashasti - Chirag Patel

પ્રશસ્તિ - ચિરાગ પટેલ Sep 01, 1998
વિરહની પળ પળ છે વસમી, જીરવવી;
નાનકડું દિલ છે, એક આશ એને પકડવી.
અરે, કોણ ટહુકો કરી રહ્યું છે મનમંદિરમાં;
એ જાણે સંગીત રેલાવે છે આ સમંદરમાં.
યાદોની રેતથી ચણ્યો છે મોટો મહાલય;
ક્યારેક તો આવ, મેંહકાવ આ આલય.
દિશાઓ સઘળી ઊમટી રહી છે, બધેથી;
અશ્રુવર્ષા ભીંજવે છે, જોઇ રહી તું આઘેથી.
સહવાસની મધુર ક્ષણો, ખાલી રહી [...]