Swaranjali

સ્વરાંજલિ - ચિરાગ પટેલ Mar 06, 2007

ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

બહુ રડાવી ગઇ આ રચના..

કન્યાદાન જેવું ઉત્તમદાન કોઈ નથી. નસીબવંતાને જ આ પુણ્ય મળે છે.

અભી ભી યાદ હૈં તેરી પ્યાર ભરી પપ્પી સે મેરે સારે દિન ખુશી સે ગુજરતે થે,
ઘર પર આતે હી અપની ગુડિયા કો દેખકર સારી થકાન દૂર હો જાતી થી.

આજ બહુત મૈં ખુશ હૂં ક્યોં કિ મેરી લાડલી ને ચાહા વહી વર ઉસે મિલે,
સાજન કે સ્વરુપ મેં આજ રાજીવ મિલા, જૈસે સરિતા અપને સાગર સે મિલે.

ક્યાં દે સકતા હૂં મેં તુજે આજ ? મેરે સારે જીવન કી પૂંજી તૂ હી તો હૈં,
મૈં તો બાબુલ જો ઠહરા, દિલસે દુઆયે દેકર આજ બિદાઈ મૈ કર દૂગા.

આ કવિતા મે મારી દિકરી વિદાય વખતે લખેલ્. ” મેરી લાડલી બેટી” ફલવાડી http://www.vishwadeep.wordpress.com. you may read whole poem.

Leave a comment

(required)

(required)