Archive for November, 2006
અસ્તિત્વનો આયનો - ચિરાગ પટેલ
મારી પહેલી ટૂંકી વાર્તા જે મે રિડગુજરાતી.કોમ પર સ્પર્ધા માટે મોકલી astitvanoaayano.pdf
સખી – ચિરાગ પટેલ
સખી – ચિરાગ પટેલ Nov 07, 2006
જીવનની તડકી-છાંયડી માણી છે એણે ભરપૂર;
ઉર્મિઓને અદીઠ દીશા આપી છે એણે અખૂટ.
ભવાબ્ધિઓની લાગણી સાચવી છે એણે હંમેશ;
સમયને વહાલી ઝંઝાળ આપી છે એણે અહર્નિશ.
માયાનાં હર આવરણ જાળવ્યાં છે એણે નરમીથી;
લડખડાતાં ડગલાંને સંભાળ્યાં છે એણે ગરમીથી.
રંગ ડોલરીયો આછેરો સાચવ્યો છે એણે દિલથી;
વાસંતી આગમનને વધાવ્યું છે એણે સ્મિતથી.
અદ્રશ્ય ઉર્જાને અજાણતાં ઝીલી છે [...]

