Archive for September, 2006
માં - બંસીધર પટેલ
માં - બંસીધર પટેલ
અમ્બાકી કરો ઉપાસના, વો મિટાએગી સારી વાસના;
તુમ દ્રષ્ટિ કરો એકબાર, વો કરેગી દ્રષ્ટિ લગાતાર.
એક કદમ બઢાઓ આગે, વો દોડી આયેગી તત્કાલ;
ચાહિએ ના ઉસે કુછ ઓર, વો ચાહે ભક્તો કા પ્યાર.
કિયા હૈ ભક્તોને અનુભવ, વો ભુલી ના કભી એક પલ;
હરે સબ પીડા તત્કાલ, દેતી અભય વર હરદમ.
વો વરદ હસ્ત પસારે તુમ ઓર, કરો [...]
ભક્તિ - બંસીધર પટેલ
ભક્તિ - બંસીધર પટેલ
હરિને કરો છો કેદ શાને, એ તો સચરાચરનો વ્યાપક;
જગાડો હરરોજ શાને વગાડી ઘંટ, એ તો સદા જાગ્રત પ્રહરી.
અર્પો છો અર્ધ્ય શાને સમીપે, એ તો દેનાર છે ઉદધિ જગતને;
પૂજા-પ્રસાદ- આરતી શાને કરો, એ તો પામી ગયો હ્રદય ખરું.
કરો છો જાપ શાને, એ તો મનના જાણે છે દાગ બધા;
બની પૂજારી ધરો છો મેવા શાને, [...]
આધાર - બંસીધર પટેલ
આધાર - બંસીધર પટેલ
સુકોમળ નયનોમાંથી વરસી રહ્યો મેઘમલ્હાર;
વરતાય છે વેદના ઘણી, મ્લાન વદને નિરાશા ઘણી.
ઘટી છે ઘટના કોઇ અઘટિત, થયો છે ઝુલ્મ અસહાયને;
બની છે નિરાધાર, આધાર ગયો, નિસ્તેજ બની છે જીંદગી.
ગરકાયું છે જીવન તેનું, બની સૂનકાર જીવન-ઉપવન;
દૂર-સુદૂર ડોકાય છે, અમી તણું છાંટણું એક નાનું શું.
એ જ સ્તો છે આધાર ખરો, જીવન જીવવાના ઓરતાનો;
આપી છે માટી [...]
ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ
ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ
જીવનની નૌકાને પાર ઉતારવા સમર્થ ગુરુની આવશ્યક્તા છે. નુગરા જીવનનો કોઇ અર્થ નથી. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે, સાચા ગુરૂ કોને કહેવાય? આ માટે શાસ્ત્રોએ ગુરુ તથા શિષ્યની અનેક લાયકાત દર્શાવેલ છે. તેમ છતાં સારરૂપે એમ કહી શકાય કે સાચા ગુરુ એને કહેવાય જે નિઃસ્પૃહી. નિઃસ્વાર્થ અને આધ્યાત્મિક્તાની [...]
કૃત્રિમ - બંસીધર પટેલ
કૃત્રિમ - બંસીધર પટેલ
કૃત્રિમતાએ કીધાં કામણ, કુદરતી સહુ વિલાઇ ગયું;
શોધ કરીને અવનવી તું પહોંચી ગયો ચંદ્ર ઉપર, ભુલાઇ ગયું.
બન્યો તું દુશ્મન તારા ભાઇનો, સમાજનું ઉઠમણું થઇ ગયું;
મટી ગયા ભેદ ભરમ સહુ, નર-નારી તણા બધું સમેટાઇ ગયું.
વિકૃતી બની આકૃતિ, પ્રક્રિયામાં ભેલાઇ ગયું;
તત્વ બન્યા અતત્વ, ગર્ભ સહુ રોળાઇ ગયો.
મરકટોને મારી મારી, નિર્દય અશ્લીલ બની ગયો;
પ્રભાતિયાંને વિસરી ગયો, [...]
માડી આવ - બંસીધર પટેલ
માડી આવ - બંસીધર પટેલ
(રાગ - ચોરી ચોરી દિલ તેરા… ફૂલ ઔર અંગાર)
ઝીણી ઝીણી ઝાંઝરના રણકારે, માડી તુ વહેલી પધારજે.
લળી લળી લાગુ હું પાય તું, અંબા વાત મારી તું સાંભળજે.
સોળે સજી શણગાર માડી, આંગણ તું મારુ શોભાવજે.
કોમળ હાથ તારા પસારીને મુજને આશીર્વાદ તું આપજે.
તું બેઠેલી દૂર, ધડકે મારૂ ઉર, મન તડપે તારા દર્શન કાજે.
વિનતી સૂણીને [...]
રહસ્ય - બંસીધર પટેલ
પુષ્પકની પાંખે પ્રસારી ઉડું હું ઉંચા આકાશે,
નિરખું બ્રહ્માંડનાં રહસ્યો, સૂરજમંડળનાં અંગઉપાંગો.
ભાસે છે વિશાળ વિશ્વ ધવલગંગાની કટીમેખલામાં,
જલ, સ્થળ, ઉદધિ, મહાસાગર, દિસે એક ઉચ્છ્રુંગલ એકાકાર.
ના ભાસે કોઇ ધરમ, મરમ, જાતિ, વિજાતિ કે ઉપજાતિ,
એક સંસાર, એક સાગર, એક સરીતા, ઐક્ય એવું અદીઠ.
એકમાં અનેક, અંતમાં અનંત, ના મનનાં ઉતાર ચઢાણ કહીં,
ઉંચા ઉંચા પર્વતો પણ નમી ગયા, સમાઇ ગયા જાણે [...]
વૈશાખી વાયરા - બંસીધર પટેલ
વૈશાખી વાયરા - બંસીધર પટેલ
વૈશાખી વાયરા વાતાં મન મારૂં મલકાય છે,
ઉર્મીઓની વણઝાર મનમાં ઉઠી ઉઠી સમાય છે.
કાળાં ડિબાંગ વાદળ વાતો કરતાં કરતાં જાય છે,
ધરતીના છોરું અનેરા ઉમંગથી દોડ્યાં જાય છે.
કોઇ પડ્યું છે તૈયારીમાં નળીયાં ચારવા છાપરાનાં,
કોઇ મંડ્યું છે વર્ષાના આગમનની અનેરી તૈયારીમાં.
કરતી વાતો માંહે માંહે વૃક્ષલતાઓ ઘણી હરખાઇને,
પુરઝડપે દોડ્યાં જતાં વાહનો હરિફાઇ કરતાં વરતાય છે.
ઝટપટ [...]
શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ
શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ
ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન ચાલતું હતું ત્યારે ભારતવર્ષના પૂર્વના સિમાડે બંગાળના સિમળા નામના પરગણામાં ભારતના ભાવિ - સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. બાળપણથી જ નરેન્દ્રમાં વિચક્ષણ બુધ્ધિની આભા દ્રશ્યમાન થતી. ભણવામાં હંમેશા અગ્રેસર. તોફાનમાં પણ ખરાં. સાધુ સંતો પ્રત્યે દયાભાવ પણ ખરો. ઉંમર વધવાની સાથે થોડી પરિપક્વતા આવી અને ધર્મના ગૂઢ [...]
ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ
ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલ અભયવચન અનુસાર ભારતની પવિત્ર ભૂમિ ઉપર અઢારમી સદીમાં કલકત્તા, બંગાળના એક નાનાશા ગામમાં રામ અને કૃષ્ણના સમંવય સ્વરૂપ એવા શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયેલો. બાળપણ ખૂબ જ સામાન્ય વીતેલું. પરંતુ આધ્યાત્મિક્તા તરફ ખૂબ જ અભિરૂચી અને સાધુસંતોનો સહવાસ કાયમ આકર્ષતો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં કદાપિ કોઇ પણ ભૌતિક [...]
ગુરુમા - બંસીધર પટેલ
ગુરુમા - બંસીધર પટેલ
શ્રી રામકૃષ્ણના આરાધ્ય હે જગતજનની મા ભવાની.
માતા તારા ચરણોમાં હે, સદાય રહું હું મંગળકારિણી,
ઇશ્વરના છે રૂપ અનેક, તારાં પણ મા રૂપ અનેક.
મંત્ર-તંત્ર-યંત્ર સહુ તારે આધિન, રિધ્ધી-સિધ્ધીનું એક ધામ.
દિશા શૂન્ય હો જ્યારે માનવ, યાદ કરીને મારગ મળતો,
રહે સદાય નામ તારું માનવના હોઠે અવિરત ધામ.
નમી-નમીને લાગે પાય, અંબા કરજો સહુ કામ સફળ,
ડિબાંગ કાળા વાદળો [...]
ભારતી - બંસીધર પટેલ
ભારતી - બંસીધર પટેલ
હોય ભલે ધરતી ઝુઝવા, નાત જાત કે ભાત જૂદી;
હિન્દુ હોય કે મુસલમાન, ઇસાઇ, શીખ કે પારસી.
આવે સુવાસ રાષ્ટ્રવાદની, એ જ ખરો દાવેદાર આ દેશનો;
ધરમ પછી, પહેલો દેશ, સાચી સગી મા ભારતી.
————————————————————————————-
ભારતના ભડવીર સંતાનો, તમારી પોલાદી નસોમાં હિન્દુત્વની અમર સંસ્કૃતિના વારસાનું શુધ્ધ અને પવિત્ર રૂધિર રાતદિન સતત વહે છે. એને નિરખો અને દુનિયાને [...]
પ્રકાશ - બંસીધર પટેલ
પ્રકાશ - બંસીધર પટેલ
ઘેટાં પાછળ ઘેટું ચાલે,
ગાડરિયો પ્રવાહ.
એક ઘેટા એ ઉંચુ જોયું,
અધધધનો હુંકાર.
પ્રકાશ પથરાયો ચારેકોર,
અંધશ્રધ્ધાનો થયો હ્રાસ.
મનુષ્યનું છે ક્યાં પાકું?
દોરવાયો દોરવાય જગમાં.
ગુરુ ચેલાના ઠેલમઠેલા,
પડે બન્ને કાદવ કિચડમાં.
પ્રકાશ જ્ઞાનનો લાધે ક્યાંથી,
અંધશ્રધ્ધાનો ઓઢી અંચળો.
હવે થશે, હમણાં મળશે,
હથેળીમાં ચાંદ બતાવે સહુને.
મનુષ્ય અને ઘેટાંમાં છે ક્યાં,
તફાવત? સરખામણીનો.
* * *
ઉજાસની આસ્થાએ વેઠ્યું અંધારૂં,
કાંટાળો રાહ પણ વીંધ્યો બધાંયે.
ઉષાને અમીટ નજરે જોતાં [...]
રાજરોગ - બંસીધર પટેલ
રાજરોગ - બંસીધર પટેલ
લાગ્યો છે કેવો આ રોગ કોમવાદનો;
જોયા અનેક રોગ, આ તે લાગ્યો કેવો ભવરોગ.
કાઢવો એને જરૂર, ચાહે હોય ભલે એ રાજરોગ;
પહેરીને અવનવા વાઘા, આવે એ આંતરે વરસે.
હવે ઓળખ્યો એને નખશીખ, ના છેતરાયે સર્વજન;
વેતર્યા કેટલાંય શરીર, બની ને વિતરાગી હરામખોર.
બુઝ્યાં સુહાગ, બન્યા અનાથ બાળ, નથી દયા ઉરમાં લગીરે;
દાનવ કળિયુગનો આદમખોર પેંધ્યો એ વારંવાર.
ચાખીને માણસનું [...]

