Archive for August, 2006

ધર્મ - બંસીધર પટેલ

ધર્મ - બંસીધર પટેલ
ધર્મના નામે સંસારીઓને છેતરતાં, ઢોંગી, ધુતારાં સન્યાસીઓ સંસ્કૃતિના રક્ષક નહિ બક્ષક છે. ઉપરથી વેશ સાધુનો પણ અંદરથી મન સંસારીનું; બાહ્ય દેખાવ, ડોળ, વિતરાગીનો પણ ભીતરથી હ્રદય કાચા માટલા જેવું; ક્યારે શું કરી બેસે તેનું કોઇ ઠેકાણું નહિ. બેચાર સ્તોત્ર, સંસ્કૃતના શ્લોકો અને થોડાક ધર્મના પુસ્તકોનું પોપટીયું જ્ઞાન, ભલાભોળા લોકોને છેતરવાનું હાથવગું સાધન [...]

શક્તિ - બંસીધર પટેલ

શક્તિ - બંસીધર પટેલ
માપી શક્યું ના કોઇ સ્ત્રી તણી શક્તિને,
પામી શક્યું ના કોઇ સ્ત્રી તણી ચરિત્રને.
સામે પડ્યા છે દાખલા સેંકડો સ્ત્રી જીવનના,
વિશ્વામિત્ર જેવા જતી પણ હારી ગયા સ્ત્રીત્વથી.
અનેક રૂપે ભાસતી ભામા, ભવસાગર સહચારિણી,
પત્ની, પુત્રી, બાળા, માતા, ઝુઝવાંરૂપ સંસારનાં.
ચિત્રપટના ચિત્રમાં, મંદિર હોય કે ગિરજાઘર,
ચારેકોર દિસતી, દિવ્યસ્વરૂપીણી, નારાયણી.
મહાન નેતાના જીવનમાંહે કરો ડોકીયું જરા ધ્યાનથી,
પડ્યો હશે કંઇક વાતે [...]

મા - બંસીધર પટેલ

મા - બંસીધર પટેલ
મા વિશ્વતણી જનેતા તુ, દેતી વર સહુ બાળગોપાળને;
કરૂં હું વન્દન વારંવાર મા, દીપો ભવસંગ સહુ જગતનાં.
હાર્યા-થાક્યા બાળ જ તારા, આવે તુજ દ્વારે મા કરો નહિ નિરાશ.
આસ્થા તુજ નામ તણી સાચી, ગુરુના સાચા પ્રેમી કૃપાપાત્ર.
રણમાં, વનમાં, કે જગતમાં, નથી તુજ વિણ કોઇ અવર;
પડતા, આખડતાને દેજે સહારો, મા કંટકતણાં પથ પર.
ભલે રૂઠે જગ વિશેષ, [...]

રંગ - ચિરાગ પટેલ

રંગ - ચિરાગ પટેલ Sep 19, 1998
દુનિયામાં છે લાખો રંગ, અનોખો છે એક જ રંગ,
પ્રેમતણાં ઝરણાંમાં ઝબકોળતો તે પિયુ સંગ.
          દુનિયામાં છે…
દૂર-સુદૂર સ્વપ્નસૃષ્ટિમાં વિચરણ કરાવતો,
આશાઓના મહાલયોમાં વિહાર કરાવતો.
          દુનિયામાં છે…
પ્રેમીઓના હૈયાને ધબકાવતો એ છે રંગ,
ધીરજની એમના, કસોટી કરતો એ રંગ.
          દુનિયામાં છે…
શૌર્યગાથાઓ ગવડાવતો - રચતો એ રંગ,
રક્તશોણિત નદીઓ વહાવતો અનોખો રંગ.
          દુનિયામાં છે…
નવવધૂના સિંદૂરની સાક્ષી [...]

I Love You – Chirag Patel

I Love You – Chirag Patel             Apr 11, 1999
 
Instant view and a deep glimpse;
Lasting forever, that’s my feeling.
 
On the midway of life, wanting;
Very uncanny relations – truly spiritual.
 
Ephemeral mortals we are; though
Yells this heart “You are mine.”
 
Over and over, again and again, that’s
Uplifting, that’s love, mine truly.
 
My sweetheart – love you are,
Another soul of [...]

Intimacy – Chirag Patel

Intimacy – Chirag Patel Aug 20, 1998
Evanescent world, we are living in;
Bounding us in its magical charm.
Seized we are with a rendezvous;
Chasing thru’out our whole span.
Trivial life, we are experiencing;
Thru’ real melody of almighty, feeling.
A little brook rippling across the hearts;
A little joy spreading in the minds.
A little happiness enlightening bodies;
A little desire firing the [...]

Rain of Feelings – Chirag Patel

Rain of Feelings – Chirag Patel Jul 26, 1999
Tip, tip, tip; falling drops of rain;
Bathing in; feeling beats of heart drain.
Small creatures; roaming here and there;
Loving them; feeling to go from nowhere.
Breeze of air; scintillating your hair;
Alluring me; feeling to breathe new air.
Diaphanous coat; covering you charming;
Losing control; feeling to seek alarming.
Silver clouds; glittering by [...]

કુદરત - ચિરાગ પટેલ

કુદરત - ચિરાગ પટેલ Sep 25, 1999
આવી મંદ મસ્ત હવાની લહેરખી, ફફડી ઉઠ્યું પેલું
આસોપાલવનું પાંદડું અજાણ્યા આવેગથી.
ઘેરાયું છે આકાશ ઘટાટોપ વાદળોથી, ઢંકાઇ ગયો
છે સૂર્ય પણ, તેજ પોતાનું સર્વે સમેટી.
ગૂંજી રહ્યું છે કર્ણપ્રિય સંગીત, ધરણી ઝંખે છે વર્ષાને,
હૈયું ભીંજાઇ રહ્યું છે ઝરમર છાંટણાંથી.
કેવું ખિલખિલાટ હસે પેલી નાનકડી ઢીંગલી,
ખીલી રહ્યું છે નિર્દોષ ગુલાબ મહેંકતું ઉપવન.
બેહ્કી રહ્યું છે [...]

ભોમિયાનો ભેરૂ - બંસીભાઇ પટેલ

ભોમિયાનો ભેરૂ - બંસીભાઇ પટેલ
વટાવી કાંટાળો પથ, ચાલ્યા સુંવાળા રાહ પર;
બનીને સાચા રાહબર, નિભાવો કોલ જીવનભર.
ઊઠી હશે કંઇક આંધી જીવનમાં, ઝીલ્યા હશે દંડ પણ અનેક;
બનીને કર્મઠ અદ્વિતિય, ઉજાળ્યા પંથ ભેરુંના તમે અનેક.
નાંખી નિઃશાસા, મારી ઉધામા, થવા ઉભા મથે અગણિત;
નથી મળતા ખરા પથદર્શક, તમારા જેવા લાખેણા મનમીત.
જાવું છે પૂર્વમાં અદીઠી ભોમકા પર, સૂરજની સાખે;
ભલે જાય સૂરજ [...]

શાયરી - 1 - બંસીભાઇ પટેલ

- કરાવનારા “બંધ” બજારો ભુલી ગયા શું એ વાત?
આમતો તેમના પણ હાથ ક્યાં નથી રંગાયેલા ગરીબોના ખૂનથી.
- આજનો સૂરજ ગઇ કાલથી નથી બદસૂરત પણ,
વખાણે છે વીતેલી કાલને બધા, આજના અનુસંધાનમાં.
- સંદર્ભ સારાનો આપવા નથી અમારી હિંમત રહી,
ખરાબે એવાં કે વિચારવાની આઝાદી નથી રહી.
- ગામડાના અનપઢ મનુષ્યનું સ્મિત,
શહેરના શિક્ષિત મનુષ્યના હાસ્યથી,
કંઇ કેટલાય જોજન દૂર, કુદરતી હતું.
- [...]

આહ - બંસીભાઇ પટેલ

આહ - બંસીભાઇ પટેલ
ગરીબોના અંતરમાંથી ઉઠી એક આહ,
પહોંચી અમીરોના મહેલોમાં આજ.
ચૂસેલા ખૂનના બિંદુઓ બન્યા છે મહાસાગરમાં નીર;
થાશે નાશ અમીરોનો, નથી બચવાનો આધાર.
હવે તો બચ્યાં છે હાડકાં, શાને પીંખો છો હાડપિંજર;
કરી સિંચન પસીનાનું બન્યું છે ઝર્ઝરિત મંજર.
તૂટેલા ભગ્નાવશેષ હ્રદયના તાર બન્યા છે ભસ્માસુર;
રચાશે નવી સૃષ્ટિ સંતુલનની બની એક-સૂર.

લહેરિયું - ચિરાગ પટેલ

લહેરિયું - ચિરાગ પટેલ Jan 21, 2000
મન ભરીને ઝૂમી ઉઠ્યું છે અખિલ વિશ્વ આ;
ઉજવે છે પ્રસંગ મિલનનો એવો અનેરો ઉત્સવ.
સમગ્ર પૃથ્વી તણો દેહ ધારણ કર્યો છે શક્તિએ;
લીલુડી ધરણી સજી ઊઠી છે, ભરી વનરાજી છે.
ઉત્તુંગ શિખરો પયોધર-સા ઉત્કંઠિત થયા બધાં;
ખળખળ વહેતી ધારાઓ, છે હર્ષાશ્રુ અસ્ખલિત.
નાની વાદલડીઓ ઊડી રહી છે સમીર સાથે;
જાણે લહેરાય છે લહેરિયું, પ્રેમ રંગની [...]

Deal of Heats – Chirag Patel

Deal of Heats – Chirag Patel Mar 07, 1999
Trust, what I want from you my friend;
Faith, what I can offer you my friend.
Warmth, what I want from you my friend;
Care, what I can offer you my friend.
Acceptance, what I want from you my friend;
Tolerance, what I can offer you my friend.
Giving, what I want from [...]

Color of Life – Chirag Patel

Color of Life – Chirag Patel Mar 21, 1999
Color of love – red, I found on your lips.
Color of shy – pink, I found on your face.
Color of giving – saffron, I found on your forehead.
Color of prosperity – green, I found in your hands.
Color of progress – blue, I found in your feet.
Color of [...]

શાયરી - 3 ચિરાગ પટેલ

- કમળવત જીવન,
પ્રગટી સુવાસ,
માધુર્ય.
- અંધારાની આશ,
થયું પરોઢિયું,
નવું પ્રભાત.
- સરવર લાગણીની,
ઝરમર, ઝગમગતી.
- હું આવો કેમ છું? મને ના પૂછો. મને દોરે છે મારું દિલ.
પૂછવું હોય તો એને પૂછો, જેણે કબ્જો કર્યો આ દિલોદિમાગ પર.
- વૃંદાવનમાં સૂના તાર રણઝણ્યાં આ વસંતમાં,
દિલની પાનખરમાં ફૂટ્યાં પુષ્પાંકુર આ વસંતમાં.
- ચાહ છે મને તારા ઓષ્ઠનું પરાગ બનવાની, નથી ચૂમવું,
પરાગ ચૂમવાનો આનંદ [...]

પ્રેમ પદારથ - બંસીભાઇ પટેલ

પ્રેમ પદારથ - બંસીભાઇ પટેલ
પ્રેમ શબ્દ એટલો તો ચલણી બની ગયો છે કે એની કિંમત ચવાણું ખાઇને ફેંકી દીધેલા ચીકણા પસ્તીના કાગળ જેટલી પણ નથી રહી. અર્થશાસ્ત્રની ભાષામાં જેનો ઉપયોગ વધે તેની કિંમત પણ વધતી જાય. પણ પ્રેમ જેવા ભાવનાના જળમાં નહાઇને આવતા શબ્દ માટે એથી સાવ ઉલટું છે. હાલતાં-ચાલતાં ને સહેજ આંખ મળતાં પ્રેમ [...]

ઘર - ચિરાગ પટેલ

ઘર - ચિરાગ પટેલ Aug 29, 1999
અજાણ્યાં બે જણ, આવી મળ્યાં પીછાણવા એકમેવને;
સમંદર ઉભરાયો લાગણીનો, ઘોડાપૂર આવ્યાં ઉમંગનાં.
રચાઇ સૃષ્ટિ એક નવ-પ્રભાતસી, તાણી લઇ ગઇ બંનેને;
બંધાઇ રહી છે વાડ રક્ષણની, એકબીજાના વિશ્વાસની.
પાંગરી રહ્યો છે ઉપવન રચનાત્મક, લતાવૃક્ષોથી ભરપૂર;
એ તો છે એકબીજા પ્રત્યેનો પ્રેમ, સ્ફૂરે છે અંતરમાંથી.
બેઠકરૂમમાં ફૂટે છે હાસ્યનાં ઝરણાં, ખુશીના ફૂવારાં;
છે એ જે એમનો એકબીજાના [...]

વસંત - ચિરાગ પટેલ

વસંત - ચિરાગ પટેલ Mar 02, 1999
વાસંતી વાયરો વાયો ‘ને હૈયું હિલોળે ચઢ્યું;
લાગ્યું હાથ આજે એક અણમોલ રતન સુવર્ણમઢ્યું.
રક્તરંજિત હૈયું કેવું ભીંજાયું આજે પ્રેમ-રંગમાં;
ધબકતું, અનુભવતું ઉલ્લાસ એવું આજે ઉમંગમાં.
મહેંકે છે કેસૂડો ‘ને ફૂટે છે મોરલા આંબાં પર;
મલકે છે આ ધરા, ચહેકે છે પંખીડાં ડાળીઓ પર.
કેવી આ અનુભૂતિ ‘ને કેવી આ સૃષ્ટિ નવી જ જાણે;
પ્રિયાની યાદ [...]

વહેલી સવારે - ચિરાગ પટેલ

વહેલી સવારે - ચિરાગ પટેલ Feb 11, 1999
દેખાયું એક સૂરજબાળ, ઓગળ્યું સઘળું તિમિર;
આતમનો દીવો ઝળહળ્યો, બોલી ઉઠ્યું ઝમીર.
વાદલડીઓ જાણે ન્હાઇ રહી, ઉદીપ્ત થઇ હરખી;
છે એ મારી પ્રિયા, એ તેના લાલ ગાલની સુરખી.
ઠંડીનો છે તીખો ચમકારો, લાગે મને તે ગુલાબી;
ઉર્જા મળે, જો સ્પર્શે પ્રિયાના ઓષ્ઠની ગુલાબી.
ચળકી રહ્યું ઝાકળબિંદુ, લાગે જાણે સોનેરી મોતી;
રણકે છે પેલી તૂટી રહેલી [...]

પહેલો દુશ્મન પડોશી - બંસીભાઇ પટેલ

પહેલો દુશ્મન પડોશી - બંસીભાઇ પટેલ Aug 27, 1986
સામાન્ય રીતે બાળકોના નાના-નાના ઝઘડાઓમાંથી પ્રથમ આડોશ-પાડોશમાં રહ્તી સ્ત્રીઓ લડતી હોય છે. અને પછી પોતપોતાના પતિદેવોને ઉશ્કેરણી કરી કેટલીક સ્ત્રીઓ પુરુષોની અનિચ્છા હોવા છતાં વેરનાં વાવતર કરાવી દે છે. આપણે જેમની વાત કરવી છે તે ભગવાન ઇશુખ્રિસ્તના અવતાર જેવા સુમનભાઇ આમતો પોસ્ટ ઓફિસમાં મુખ્ય સોર્ટરની જગ્યા ઉપર [...]

મોંઘવારી - બંસીભાઇ પટેલ

બંધના એલાનમાં થાય છે બજાર બધાં બંધ ટપોટપ,
પેટીયુ રળીને ખાનારા થાય છે બેહાલ, નથી કોઇની આશ.
મોંઘવારીનો દાનવ ઉભો છે મ્હોં ફાડીને નથી કોને ખબર!
જનતા બિચારી શું કરે, થઇ પાયમાલ રહે છે બેખબર.
વધતા જતા ભાવોના વમળમાં, પીંખાઇ જશે પુરો દેશ,
નહિ રહે અસ્તિત્વ જનતાનું, શાશન થશે ભગ્નાવશેષ.
પુરાઇ રહેલો દૈત્ય, શેતાન જનતા તણા માનસનો,
મચી જશે હાહાકાર, અશાંતિના ઓળા [...]

Little Adorable – Chirag Patel

Little Adorable – Chirag Patel Oct 30, 1998
Little heart swinging to get adorable,
Little mind oscillating to get adorn able.
Little hands waving to get likeable,
Little legs roaming to get loveable.
Little eyes gazing to get love,
Little ears listening to get love.
Little nose smelling to get love,
Little mouth murmuring to get love.
Little baby crying to get agreeable,
Little home [...]

મહેંક - ચિરાગ પટેલ

મહેંક - ચિરાગ પટેલ Jul 18, 1999
સળગાવી આગ એક દિલમાં, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવું ગુલ, મીઠી-ભીની પ્રસરાવે મહેંક.
આતમમાંથી પ્રગટે એક ક્યારો, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવો છોડ, સ્પર્શી જતી પ્રસરાવે મહેંક.
થઇ એક ભીની લાગણી, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવી વર્ષા, રણઝણતી પ્રસરાવે મહેંક.
ભૂલાવી દે આ દુનિયા, પ્રસરાવી રહી એ મહેંક;
ક્યાં છે [...]

આકર્ષણ - ચિરાગ પટેલ

આકર્ષણ - ચિરાગ પટેલ 1998
સંતપ્ત આત્માનો આ આર્તનાદ છે;
એને તલસાટ એક અજાણી શોધનો છે.
પડતો-આખડતો પામવા એને મથે છે;
એક ઘૂંટ અને જન્મારાની સંત્રૂપ્તિ માંગે છે.
એક ચહેરો અને બે ધારાઓ રેલાય છે;
રેશમનાં ઢગલામાં આથમતો સૂરજ છે.
અગમ્ય અને અદમ્ય એવું આ આકર્ષણ છે;
વીજસંચાર થતાં અનુભવાતું ચુંબકીય ખેંચાણ છે.
બે તારલાં મધ-આકાશે ટમટમતાં દેખાય છે;
રે! તારલાં શ્યામલ’ને આકાશ ઉજળું છે.
દશે [...]