Archive for July, 2006
કર્મયોગી - બંસીભાઇ પટેલ
તીખા તોખાર જેવા રાતા રતુંબડા મુખારવિંદ ઉપર તાજાં તરબતર ખિલેલા ગુલાબના પુષ્પ જેવું હાસ્ય વેરતા ચાલ્યા ક્યાં ઓ સુજન તમે?
ભક્તો કરે ભજન, અમારે જાવું સો જોજન દૂર. નથી વિસામો લેવો લગાર. ધડકતા હૈયામાં નવી પરણેલી નવોઢા જેવી ઉર્મિઓથી કરવું ચણતર પ્રભુશ્રી રામના ધામનું. વાટ લીધી મનમાં એક આશ ભરી. માથે લાલ રુમાલ બાંધી ભીષ્મ પ્રતિજ્ઞા [...]
ભારતવર્ષને - બંસીભાઇ પટેલ
માંડી છે દૂર - સુદૂર એક મીટ અમી ભરી દ્રષ્ટિ થકી,
ઊગશે સુપ્રભાત, ઉષાના અરમાનો ઉરમાં ભરી જગતમાં.
ભાંખેલું ઘણુંય પડશે ખરું, ભવાટવિના ખેલ ખેલતા અહીં,
મચ્યુ છે યુધ્ધ ધરણી પર, થવા નિતાંત શાંતિ સ્મશાનની.
નથી લડાઇ આ માનવ-માનવ વચ્ચે, અહીં સતના પારખાં થશે,
પરખાઇ જશે, ખરું હતું તે જુઠ્ઠાણું લગીરે ન ચાલશે હવે કદી.
ઉપર આભને નીચે ધરતી, તેનો રખેવાળ [...]
પ્રભાત - બંસીભાઇ પટેલ
પ્રભાત - બંસીભાઇ પટેલ
ફુલગુલાબી ઠંડીની મીઠી મીઠી સુગંધ,
નિરવ શાંતિ અને તાજગી ભરી સવાર.
દોડે છે કોઇ, કરે છે જોગીંગ, ભરી ઊંડા શ્વાસ,
તનમન પ્રફુલ્લિત કરવા કાજે, દોડે નરને નાર.
ઉતાવળમાં છે કોઇ, છે મન મોજીલા નર ઘણા,
વાતો વાગોળે ગઇકાલની, નિંદા વખાણ કરે છે જણા.
વનિતાઓ પણ નથી હોતી બાકાત, સવારના પહોરમાં,
ભુલકાંઓ પણ અનુસરે, મોટેરાના સાથમા.
કુદરતની લીલાનું કરવા દર્શન વહેલી [...]
લહેરખી - બંસીભાઇ પટેલ
લહેરખી - બંસીભાઇ પટેલ
શીતળ લહેરની આ લહેરખી, લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી દ્રષ્ટીએ ભીંજવ્યું દિલ સુમસામ હતું છેક.
હ્રદયની વીણા ઝણીઝણી, થયું આંતરદર્શન મને તન ખેદ.
વ્યાપેલી ગમગીની થઇ પરિવર્તીત આનંદમંગલમાં.
થઇ ચહલ પહલ પ્રભાતની, ઉડી ગઇ લહેર, લણી લહેરખી ક્ષણમાંય,
સંસાર, સાંસારી જીવસ્રુષ્ટિ, આવી પડ્યો પુનઃ માયાજાળ માંહી તત્કાલ.
અમે - ચિરાગ પટેલ
અમે - ચિરાગ પટેલ - 1998
વર્ષાની રમઝટથી ભીંજાતા અમે,
તલસતાં સ્નેહવર્ષા કાજે અમે.
એક એક બુંદથી બચવા મથતાં અમે,
પ્રેમતણાં છાંટણાં ઝીલવા તત્પર અમે.
કાદવ ઉડાડતાં યંત્રોથી ઘભરાતાં અમે,
દુનિયાને પ્યારની બહાદુરી દેખાડતાં અમે.
શરદી, તાવ, ઉધરસથી ફફડતાં અમે,
પ્રેમજ્વર હસતાં-હસતાં સહેતા અમે.
ચોમાસામાં ધૂપ-છાંવને નકારતાં અમે,
જીવનયાત્રાની તડકી-છાંયડી માણતાં અમે.
વીજકડાકા સૂણીને બહેરા બન્યા અમે,
દુનિયાને ડારતાં પડકારો કરતાં અમે.
વર્ષા આવે છે એક જ વાર [...]
શાયરી - 2 - ચિરાગ પટેલ
- એક મદમસ્ત યૌવના મારું દિલ લઇ હવા મહીં વિલિન થઇ ગઇ,
મને કિંકર્તવ્યમૂઢ બનાવતી એ સમાધિસ્થ કરતી ગઇ.
- મહેફિલ છે જામેલી, ‘ને દિલમાં એક આશ ઉઠતી,
કે પિયુનો સંગ નથી, ‘ને જીવનમાં ઉમંગ નથી.
- ચાંદ પર તો ડાઘ છે, ‘ને ચાંદની હાથ આવતી નથી,
ખુશ્બુને બદબૂ કહી અમે દુનિયાથી રુઠી ચાલ્યા.
- બાગમાં સુરખી છે, [...]
સ્વૈરવિહાર - ચિરાગ પટેલ
સ્વૈરવિહાર - ચિરાગ પટેલ 1998
શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.
માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.
ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.
બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.
તન અને મન ત્યારે [...]
શોધ - ચિરાગ પટેલ
શોધ - ચિરાગ પટેલ 1997
અકથ્ય ઉર્મિઓ આજે રેલાઇ રહી છે ઘણી,
જેમ અવની પર કલકલતું વહી રહ્યું છે પાણી.
અદ્રષ્ટ સ્રુષ્ટિ દેખાઇ રહી છે સ્વપ્ન સમ,
જેમ વણખેડાયેલ વિશ્વ છે બાદ, આખરી પડાવ યમ.
અદ્રશ્ય પ્રકાશ ઉજાસ આપી રહ્યો છે દીલ મહીં,
જેમ વડવાનલ ઉકળી રહ્યો છે સાગર મહીં.
અચલ દ્રષ્ટિ થી નીરખી આનંદિત થઇ રહ્યો છું જેને,
જેમ પ્રુથ્વી અવિરત પામી [...]
Tragedy - Bansibhai Patel
Once in the early morning, I had gone for walking exercises. Surprisingly, I saw a child mourning on the roadside near a tree. I went nearer him and asked why he stood alone, he just raised his finger and revealed my attention towards rising sun in the east. I suddenly asked the reason for his [...]
વૃધ્ધત્વ વૃધ્ધની નજરે
રહું હું યુવાન મનથી, ભલે વૃધ્ધ થાઉં શરીરે,
એવું વર દેજે ઇશ, બુઢાપાનો ભાર ના લાગે લગીરે.
કુટુમ્બકબીલો, બાળગોપાળ, લીલી વાડી નિરખું નજરે,
દુનિયાના વહેવારો સહુ નિભાવું હું હોંશે-હોંશે.
દોડી દોડી થાક્યો હું બેફામ, વિસામાની પળો ભાગે અતિ દૂર,
ઝાંઝવાના જળ જેવી તૃશ્ણા હઠીલી, ના ભાગે લગીરે.
મનના ભાવો વિચિત્ર ભાસે, જરા વ્યાધિ પડ્યા પછવાડે,
અંગો ઉપાંગો બળી ગયા સર્વે, ના કહેલુ [...]
કાળનો કોરડો - બંસીભાઇ પટેલ
કાળનો કોરડો - બંસીભાઇ પટેલ 25/01
કઠણ કોરડો છે કાળનો, કાળો ડીબાંગ અંધકાર,
હોય છોને રાજા કે રંક, નથી પડતો ફરક લગાર.
માળીએ ઉગાડ્યાં ફુલઝાડવાં, ખીલવ્યો બાગ બેસુમાર,
વીણે છે ફુલડાં જેમ, વીંધે પારધી હરણને બાણ.
છોડી જવાના સંસાર, ભલે હોય મોટ ખેરખાં,
કેટલું જીવ્યા જીવન, કેવું જીવ્યા જીવન થાશે એના લેખાજોખા.
ક્ષુલ્લક જીવનતણો પરપોટો, જાશે ફૂટી પળવારમાં,
નહિ ચાલે કશુંય , હોય [...]
ઝરણું - બંસીભાઇ પટેલ
ઝરણું - બંસીભાઇ પટેલ
વહે છે પવિત્ર ઝરણું પ્રેમનું અંતર અમીરસ ભરવા,
માંગે છે પ્રેમ બદલામાં પ્રેમ, નથી અપેક્ષા કોઇ બદલાની.
ઝંખે છે મન સદાય ક્ષેમ, નથી ઉરમાં કટુ ભાવના કશી,
પ્રાર્થે છે હાથ સદા અમારા, લંબાયેલા રહો મદદ કરવા બધી.
ઉલેચી હૈયાં કડવાશનાં બધાં, ભરવા પ્રેમતણા ભંડાર મહી,
હોઠો સદા બીડાયેલા રહો, મુસ્કાન ઝીલવા દિલદારની.
નયન મારા ત્રાંસા રહો, મહોબતના અમીરસ [...]
Air-Tel Ad - Bansibhai Patel
નજરોંસે નજરેં મિલાકર તો દેખો
નયે લોગો સે રિસ્તે બનાકર તો દેખો.
યું હસરતેં દબાનેસે ક્યા હાંસિલ હોગા?
દિલકી બાત બતાકર તો દેખો.
આસમાં સિમટ આયેગા તુમ્હારી આગોશમેં બાહેં ફૈલાકર તો દેખો,
દિલ કી બાત બતાકર તો દેખો.
શાયરી - 1 - ચિરાગ પટેલ
- આવુ સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાન લેવા છે,
શું કરું પણ, એ જ તો મારા દર્દેદિલની દવા છે.
- યાદોનો ખારો પાટ છે મારા દરિયાવ દિલમા,
એજ તો કવિતા રુપી આંસુ પકવે છે મારા જીવનમાં.
- તારી તડપતનો અધિકારી, તારી માયાનો બંધાણી, તારી હુંફનો બંધાણી, પાગલ પ્રેમી એકલો.
INRANGE - Chirag Patel
In this beautiful place, all we unite and work.
Nightingales chirp here near Mount Laurel.
Road is full of rocks yet inspires to be supreme.
Actions, like water, flow through these rocks.
Nothingness gets realistic foundation mass here.
Ground of hopes and land of attainments, this;
Establishes in our hearts, inveterate relation, truly.
My Love – Diodes - Chirag Patel
My Love – Diodes
Chirag Patel Jun, 1996
Evanescent world, that you are living in;
Lonely diodes, true martyrs you are indeed.
Ever I see, I feel dearth of you;
Carnage of yours, changed the era.
Truly saying, then began the second generation;
Roaming here and there, we met the ICs.
On the way to success, made the neural paths;
Neural networks are the [...]
મોક્ષ - ચિરાગ પટેલ
શાને જોઇએ તને એ મોક્ષ, જ્યારે
હાજર છે અનેક મોક્ષ અહીં;
નાનાં ભૂલકાં સમું નિર્દોષ
હાસ્ય ન પામું તો નથી ખપતો એ મોક્ષ.
મનોહારિણી સંગ પ્રેમતણાં સાગરમાં
ડૂબકી ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.
પયોધારિણી તણાં પનઘટમાં ત્રુપ્તિ
ન પામું તો નથી ખપતો એ મોક્ષ.
સ્રુષ્ટિમાં વિચરતાંપંખીડાં સમ
સ્વૈરવિહાર ન પામું તો નથી ખપતો એ મોક્ષ.
વન્દેમાતરમ તણો ગગનનાદ ગજવતો
શહિદી ન પામું, તો નથી [...]
હ્રુદિયાનો રણકાર - ચિરાગ પટેલ
હ્રુદિયાનો રણકાર - ચિરાગ પટેલ જૂન, 1996
જાવું છે મારે દૂર દેશ એ;
રઝળવું છે મારે, દૂર દેશ એ.
હ્રદયના ઝાંઝવા પલાળી;
રેતીના મહેલ ચણી, જાવું છે મારે દૂર દેશ એ.
મનોચક્ષુની આંખે દેખી,
હસ્તરુપી પાંખો ફફડાવી, જાવું છે મારે દૂર દેશ એ.
વિદ્યારુપી દાન લેવ,
ગ્નાનરુપી અર્થ આપવા, જાવું છે મારે દૂર દેશ એ.
જીંદગી જીવી લેવા,
માયાનું આવરણ હટાવવા, જાવું છે મારે દૂર [...]
જ્ઞાનમંદિર - ચિરાગ પટેલ
જ્ઞાનમંદિર - ચિરાગ પટેલ એપ્રિલ, 1996
ગુર્જરભૂમિનો ખોળો ખૂંદી આવ્યો તુજ ખોળે,
જ્ઞાનપિપાસા સંતોષવા આવ્યો તુજ ખોળે.
મહેંકતાં ફૂલોના ટોળા, ચહેંકતાં મધુક્ષુઓના ટોળા,
રંગીન માહોલને સાર્થકતા આ રંગીલાઓના ટોળા.
હ્રદયોર્મિ ઠાલવતાં આવ્યા સરસ્વતીને પામવા,
જ્ઞાન વમતાં ગુરુઓના આવ્યા આશિષ પામવા.
ખૂંદતાં, ખેલતાં, મેળવ્યું, પામ્યું, સ્વીકાર્યું ઘણું,
અમૂલ્ય વર્ષો વીત્યાં ગતિએ, ગુમાવ્યું પણ ઘણું.
તારા આ ખંડીયેર સ્મારકમાં ધબકે છે એક જીવન,
પણ અધૂરું રહ્યું [...]
એકરાર - ચિરાગ પટેલ
એકરાર - ચિરાગ પટેલ Jul, 1997
એકરાર હતો આ, પ્રથમ દ્રષ્ટિનો જ તો વળી,
યાદ આવે છે એ, ગુમાવી એક કળી.
જોયું એક પ્રભાત, પ્રથમ દ્રષ્ટિએ ઉગમતું,
વિલાયું એ શમણું, આખરમાં આથમતું.
સંવેદના ‘ને ઉર્મિઓ સઘળી રેલાઇ ત્યારે,
થયું ભાન, રહ્યો હું ખાલી અત્યારે.
વિહરતો હતો ભરી ઉડાન, ઉંચે વ્યોમમાં,
રહી-રહીને આવ્યો છું, હવે હું ભોમમાં.
ઝંખના હતી મને, જીવનમાં એકમેવ જ,
સૂણ્યું આક્રંદ, આવ્યું [...]
આથમતાં ફૂલ - ચિરાગ પટેલ
આથમતાં ફૂલ - ચિરાગ પટેલ મે, 1996
આથમતાં ફૂલોને કહેવું છે કૈંક,
સૂરજસંગ હરખાતાં અમારે સુણાવવું છે કૈંક.
પંખીતણો હરખ હ્રુદિયામાં ભરી,
અંતરિક્ષની ઊંચાઇઓ માપવી છે અમારે.
એક મલપતી મદમાતી યૌવના આવી,
અમારી સુગંધ લઇ ખોવાઇ જાય હવા મહીં.
બે પ્રેમીપંખીડાંને ચંચુપાત કરતાં જોઇ,
થઈ છે અભિલાષા એમના ઓષ્ઠનું પરાગ બનવાની.
નાનું બાળકડું જ્યારે ભાંખોડિયાં ભરે છે,
ત્યારે બનવું છે એના નિર્દોષ ગાલની લાલીમા.
ઝરમર-ઝરમર વરસતી [...]
અનુભૂતિ - ચિરાગ પટેલ
અનુભૂતિ - ચિરાગ પટેલ Jul, 1997
કુદરતની અપ્રતિમ રચના આ, થવા દે મને તારી કાવ્યાનુભૂતિ.
કાજળઘેરી અમાસસમ કેશ આ, થવા દે મને તારી સ્પર્શાનુભૂતિ.
મ્રુગલાના તેજતારલાંસમ નયણાં આ, થવા દે મને તારી હર્ષાનુભૂતિ.
ધનુષની પણછસમ તકાયેલ નાસિકા આ, થવા દે મની તારી માનાનુભૂતિ.
જગ મારે, જગ તારે એવી જહાનવી આ, થવા દે મને તારી નિયમાનુભૂતિ.
પોયણાંસમ ભર્યું-ભાદર્યું મુખ આ, થવા દે [...]
મારો ગુજરાતી બ્લોગ - ચિરાગ પટેલ
જ્યારે જ્યારે હું કોઇ ગુજરાતી વેબ-સાઇટ વિશે વાંચુ છુ ત્યારે ત્યારે મને પણ જાણે મારી પોતાની એક ગુજરાતી સાઇટ તૈયાર કરવાની ઇછ્છા થઇ આવી છે. મારો સહુથી મોટો અંતરાય ગુજરાતી ટાઇપીંગ હતું. પણ જ્યારે મને માઇક્રોસોફ્ટ્ની www.bhashaindia.com વેબ્સાઇટની જાણકારી મળી ત્યારે થોડો હાશકારો થયો. ત્યાર બાદ ઘણા દિવસો એમને એમ વીતી ગયા. (અલબત્ત, મારી રોજીંદી [...]
