સ્વરા – ચિરાગ પટેલ

સ્વરા – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 08 ગુરુવાર

કંકુવરણ પગરણ માંડ્યા અમ આંગણ;
જગમાં દૃઢ પગલાં ભર્યા ઝાલી આંગળ.
પાવન કર્યું જીવન આખું તારા આગમને;
વ્હાલથી ભર્યું ક્ષણોનું સંભારણું પાને-પાને.
લાગણી-સૂત્રે પરોવાયા આપણે જયારે;
અનુભવી પૂર્ણતા સર્વોચ્ચ કુટુંબની ત્યારે.
તારી આંખોમાં અંજાયેલાં સ્વપ્ન ભોળાં;
તારા મુખ પર ખીલેલાં સ્મિત ભોળાં.
તારા ખિલખિલાટ હાસ્યમાં વિશ્વ જાગતું;
તારા નિર્દોષ રુદને જગત આખું સંતાતું.
તારી હઠ પર મુઠ્ઠીમાં સઘળું સમાતું;
તારી કરુણા ભાળી બ્રહ્માંડ ભાવે રમતું.
જગતજનનીના આશિષ અવતરે ‘સ્વરા’ રૂપે;
‘દીપ’ ‘રોશની’નો આવિર્ભાવ સાર્થક દીસે.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.