શિવસૂત્રજાળ – ચિરાગ પટેલ 2020 મે 29
શિવ બજાવે મૃદંગ
જાગે જયઘોષ આદિ
અકાર , ઉકાર, મકાર, ૐકાર
अइउण् ॠऌक् एओङ् ऐऔच्
हयवरट् लण् ञमङणनम् झभञ्
घढधष् जबगडदश् खफछठथचटतव्
कपय् शषसर् हल्
શક્તિ આપે આકાર નીપજાવે રૂપ અનેક
સૃષ્ટિ રચાઈ, રચાયાં અનંત ઘટ
ઘટ – ઘટ માહે નાદ ઉઠે
જાણે એ પામે શિવસૂત્ર જાળ
“મા”ની કૃપા અપરંપાર