સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 – ચીરાગ પટેલ

#sardar #SardarPatel #સરદાર #સરદારપટેલ

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 – ચીરાગ પટેલ
(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========

જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઇ પટેલના ઘરે આવે છે. મણીબેન (સરદારના દીકરી) બે પ્યાલામાં ચા લાવે છે. સરદાર અને નેહરુ કોઈ ચર્ચામાં મગ્ન છે. નેહરુ ચાનો પ્યાલો લઈને વાતો કરતાં કરતાં ચાનો પ્યાલો પાછો મુકીને રજા લે છે, “સરદાર, હવે હું રજા લઉં. વીદેશી પત્રકારો સાથે મારે ફોટોસેશન છે.” નેહરુ રજા લે છે. સરદાર અને મણીબેન એમને વળાવે છે.

નેહરુને વળાવ્યાં પછી, મણીબેન સરદારને કહે છે, “એમણે ચા પણ ના પીધી. બાપુ, તમે આવુ કરો?” સરદાર ઉવાચ, “અરે, મારે માટે વીદેશી પત્રકારો ક્યાં આવે છે?”

======== * 2 * ========

સરદાર પર ગૃહમંત્રાલયના કોઇ અફસરનો ફોન આવે છે, “સરદાર, મુંબઇમાં પરીસ્થીતી ખુબ જ વણસી રહી છે. પોલીસવડા ગોળીબારી કરવાનુ કહે છે જેથી લોકોનાં ટોળા પર કાબુ મેળવી શકાય.” સરદાર કહે છે, “જે કરવું પડે એ કરો.” અફસર પુછે છે, “પણ સરદાર, અહીંસાનું શું થશે?” સરદાર કોઇ જ જવાબ આપ્યા વગર ફોન મુકી દે છે.

======== * 3 * ========

મે 16 અને જુન 16 ના બે પ્રસ્તાવો લોર્ડ ક્રીસ્પ રજુ કરે છે અને કોંગ્રેસ, મુસ્લીમ લીગ વગેરે કયો પ્રસ્તાવ માન્ય રાખવો એનો નીર્ણય કરવાના હોય છે. સરદાર રાજપથ પરથી ગાડીમાં પસાર થતાં હોય છે, ત્યારે સામેની બાજુની ગાડીમાંથી એક વ્યક્તી (સુધીર ઘોષ) એમને થોભવા કહે છે. સરદાર એમની ગાડી રોકાવે છે. મણીબેન પુછે છે, “આ કોણ છે?” સરદાર કહે છે, “બાપુનો દુત અને વાઇસરોયનો મીત્ર, સુધીર ઘોષ.” સુધીર ઘોષ નજીક આવી સરદારને કહે છે, “મારી ગાડીમાં લોર્ડ બેઠાં છે. ઝીણા મે 16 અને જુન 16 બન્નેનાં પ્રસ્તાવોને માન્યતા આપી ચુક્યાં છે. જો કોંગ્રેસ હવે કોઇ પણ પ્રસ્તાવ નહીં સ્વીકારે તો અંગ્રેજો લીગને સતા સોંપી ચાલ્યા જશે.” સરદાર પુછે છે, “શું ખરેખર આવું થઇ શકે છે?” સુધીર ઘોષ હકાર ભણે છે. સરદાર પોતાની ગાડીમાંથી ઉતરી લોર્ડની ગાડી પાસે જાય છે. લોર્ડનું અભીવાદન કરે છે. લોર્ડ ચર્ચા કરવાની શરુ કરે છે. સરદાર એમને અટકાવીને કહે છે, “શું આપણે આમ રસ્તા વચ્ચે ભારતનું ભાવી નક્કી કરીશું?”

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.