સંઘર્ષ – ચીરાગ પટેલ

સંઘર્ષ – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 22, 2008

કેવો તુમુલ સંઘર્ષ મચ્યો આ સમરાંગણમાં,
હાહાકાર મચાવે મન-અંતરનાં સઘળાં પટમાં.

એકરાર બે મધઝર અક્ષરોનો ભાળ્યો ઓષ્ઠયુગ્મે,
કુતુહલ જાગી ઉઠ્યું, રોમેરોમ આતુર સ્તનયુગ્મે.

ભાવનીર્ઝર પુલકીત હૈયું, જાણે ના દોષ કદીયે,
કામાતુર અક્ષે, ઝંખે અમરત આ પુષ્ટ શરીરે.

શું કહું વીશેષ? એકાકાર થવા વલખું અનરાધાર,
અગમ્ય શક્તી સંચરે અણુ-અણુએ સામ્બેલાધાર.

નથી હૈયામાં કોઈ અપરાધભાવ, નથી આંખલડે,
પ્રેમ પાવક અગ્ની થઈ દઝાડે, ઠારે દલડું આંસુડે.

આ પુનીત ગંગામાં ન્હાઈને પામું છેવટે મુક્તી,
અલખની ઝંખનાએ છેવટે મીટાવું મારી હસ્તી.

એ પહેલાંનો આ દોર છે મીઠડો, જાણે તું પ્રીયે?
હતું ઋણ બાકી, મુક્ત થવા દે તું મીલને પ્રીયે.

સાથે જ જગવીશું અહાલેક જગમાં અનોખા,
જગન્માતાના ખેલ પામીશું પાર એક સરીખા.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.