સંવત્સરી – ચિરાગ પટેલ 2018 મે 16

સંવત્સરી – ચિરાગ પટેલ 2018 મે 16

સમયના આયના પર લાગણી ખીલ્યા સંબંધનું પ્રતિબિંબ જોઈ,
હોઠ આછેરાં મલકી ઉઠ્યાં ‘ને સ્મરણો તાજાં થઈ ઉઠ્યાં !
પહેલી અલપ-ઝલપ મુલાકાતમાં પ્રશ્નોત્તરીથી એકબીજાને
સમજવાની એ અપરિપક્વ મથામણ સાંભરી.
એકમેવના પહેલાં સ્પર્શે ઉગેલો યૌવની નશો,
હૈયે હજુ એવોનેએવો નવપલ્લવિત કોતરાયેલો ભાળ્યો!
એકબીજાને પામતાં રહ્યાં , ગમતાં રહ્યાં , ગમ્મતો કરતાં;
નિષ્ઠુર પળોને પણ પ્રેમથી જીરવતાં રહ્યાં!
જીવનના કારમા ઘા જાણે કાળરૂપી શિલ્પીના હથોડા
સમ માની, જીવનના નવા ઘાટમાં ઘડાતાં રહ્યાં.
સ્વપ્નોની સૃષ્ટિ તૂટે તો ફરી ગૂંથી, પ્રેમના આસવ પીતાં;
બે અણમોલ ફુલ આંગણામાં ઉછેરતાં રહ્યાં !
ક્યારેક ઉમટેલી ખારી પળોમાં વિશ્વાસનો તાંતણો બાંધી
એકબીજાને સમજવા મથતાં રહ્યાં!
વર્ષોનાં વહાણાં ભલે વાય, તારામાં હું અને મારામાં તું
ખોવાતા જ રહ્યે એવી આન્તરદર્શી “રોશની”ને અભ્યર્થના!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.