સફર – ચિરાગ પટેલ Sep 30, 1998

સફર – ચિરાગ પટેલ Sep 30, 1998

ચાલ પ્યારી બતાવું તને આ રંગરંગીલી દુનિયા,
જીવ્યાં કરતાં જોયું ભલું, ના જોનારા બધાં દુઃખિયા.

જોને પેલો તાજમહાલ, આરસમાં જાણે પ્રેમની મૂરત,
ઇજિપ્તનાં પિરામીડ અન્દ સ્ફિંક્સ, કેવાં એ ખૂબસૂરત.

આફ્રિકાની ગાઢ વનરાજી પર વિચરતાં આ વનરાજ,
એમેઝોનના જંગલોની આહ્લાદક્તા છે જીવનની હમરાઝ.

યુરોપની ભૂમિની સુંદરતા પર હું જાઉં ઓવારી,
અમેરિકાની છે અજબ એવી, અનોખી ખુમારી.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર છે બેનમૂન એવી જીવસૃષ્ટિ,
અગ્નિએશિયાની અનેરી સુગંધ બતાવે નવી દ્રષ્ટિ.

એ રહી, પેલી ચીનની મહાન દિવાલ તરવરતી,
આજીજી સંભળાતી, એ એંટાર્ટિકા છે કરગરતી.

ધરતી પર જ્યાં સ્વર્ગ ઉતર્યું છે તે આ હિમાલય,
ઘૂઘવતો, અનેરા સાજ સજી, છે એ સાગરનો લય.

દુનિયા આખી બતાવી, પસંદ કર્યું આપણું આ ઘર,

ચાંદનીમાં નહાતું, ધરતીનો છેડો એવું એ ઘર.

  • સમયની સરવાણી ‘ને ઝાકળની અમૃતવાણી,
    જોઉં તને, અનુભવુ તને તો લાગે મને ઉજાણી.
  • હોય જો પાંખો મને, તો ઉડીને આવી પહોંચું,
    ભલેને હોય દૂર, તો પણ કહું ‘લવ યુ’ સાચેસાચું.
Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.