રેખા – ચિરાગ પટેલ

Save draftPreviewPublishAdd title

રેખા – ચિરાગ પટેલ 2020 સપ્ટેમ્બર 28 સોમવાર

રેખા સવળી હોય કે અવળી, જીવન પરોવે છે.
પરંપરા, રેખા, પંક્તિ, તંતુ, રાજિ, આલી કે શ્રેણી.

આધાર રેખા, ઉન્નત રેખા, શૃંખલા રેખા, સ્પર્શ રેખા,
સમાપ્તિ રેખા, કેન્દ્રીય રેખા, સીમારેખા, આરંભ રેખા,
મર્યાદા રેખા, આરંભ રેખા, અનુબધ્ધ રેખા, લક્ષ્મણ રેખા.
વિવિધ રૂપ એના, વિવિધ કાર્ય એવા, સહુને સમાવે.

વીથિ, માળા, વર્તી, પદ્ધતિ, લેખા, રજ્જુ, ભક્તિ;
તંતિ, દંડિકા, રીતિ, વિતા, વિજજોલી, લતા;
પાલિ, ઉલ્લેખા, પંક્તિકા, અનીક, ઉર્મિ, વલય;
નામ હો જુદા અને કામ પણ જુદા, સ્પર્શે સર્વે આયામ.

વંશ પરંપરાની એક રેખામાં સમાવે પેઢીઓ અઢળક,
બ્રહ્માંડની સીમમાં સમાવે જડચેતન અણુ-અણુ.

“દીપ”ની સીમારેખામાં આવિર્ભાવ જયારે પરમનો,
“રોશની” બને અમર્યાદિત, ફેલાતી અમાપ.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.