રંગરાગવૈભવ – 2019 એપ્રિલ 12 ચિરાગ પટેલ

રંગરાગવૈભવ – 2019 એપ્રિલ 12 ચિરાગ પટેલ

વસંતને કૂંપળ ફૂટે, ‘ને

ચાંદો ટહુકે તારું નામ.

સૂરજથી સંતાતી ઉષા,

અગનપિછોડી ઓઢી;

ભાગે અંતરિક્ષના પટમાં.

સમુદ્ર જેમ ધરાને, બાથમાં

લેવા છટપટે હરેક તરંગે;

હું ભીંજવું તને એમ,

સમયના ગાઢ આશ્લેષમાં.

તારલાં શરમાઈ ખરી પડે.

ફૂલડાં રાગે હસી ઉઠે.

પક્ષીઓ સમૂહગાન ગાતાં.

સહુ વધાવે અસ્તિત્વના ખેલ.

“રોશની” સદૈવ સાક્ષી,

“દીપ”ના રંગરાગવૈભવ.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.