પ્રેમક્ષણ – ચિરાગ પટેલ એપ્રિલ 12, 2020
પ્રકાશતી ક્ષણોના અવકાશમાં,
આવિર્ભાવ થયો અનાહતમાં;
પ્રગલ્ભ લાગણીના સરોવરમાં,
ખીલ્યું પુષ્પ પ્રેમનું યજ્ઞગાનમાં.
સ્પર્શતાં ચૈતન્યમય વિદ્યુત તરંગો,
ઉઠે હૂંફની ઉષ્મા દશે દિશામાં;
પાંગરે નવી કૂંપળો જીવનકુંજમાં,
દીપથી દીપ પ્રગટે નવા જોમે.
સહઅસ્તિત્વના દાયકાઓમાં,
રંગ ભરે પરિણયના સાક્ષાત્કાર;
સ્તુતિ જીવનધ્યેયની જપતાં,
લાધે સાતના મોતિ માયાસાગરમાં.
રોશની પ્રજ્વળે બંધન અલભ્ય;
વદને સ્મિત ભરી “મા” નીરખે!