પ્રેમ કે પછી મિથ્યા – કરણ પટેલ
વહેમ થઈને વાસ્તવિકતા શીખવાડે તે પ્રેમ
સાચા અને ખોટાનું ભાન કરાવે તે પ્રેમ
સંબંધો, સ્વાર્થ અને લોભમાં ફેરવાય એનું નામ પ્રેમ
વાસનાની તૃપ્તિ માટે બીજાનો ભોગ એટલે પ્રેમ
વાસ્તવિકતાનું આડંબર રચીને ખોટું કરવું એ પ્રેમ
મિત્રતાને વ્યવહારમાં માપવું એનું નામ પ્રેમ
બીજાનો હક લઈ લેવાની રમતનું નામ પ્રેમ
મિથ્યા આચરણનો ભોગી બનાવતો પ્રેમ
મોહ મુખની આગળ ધકેલતો પ્રેમ
લોહીના સગા ને વ્યવહારની સાંકળમાં બાંધતો પ્રેમ
ભાવનાઓને બુદ્ધિથી તોલતો પ્રેમ
જૂઠા પ્રેમને પણ સાચો બનાવતો પ્રેમ
દોષ કાઢીને વિકલ્પોની રમત રમવાની ક્રિયા એટલે પ્રેમ
વિશ્વાસની પરિભાષા બદલતા કર્મો એટલે પ્રેમ
જો પ્રેમ આ જ છે તો પ્રેમમાં પ્રેમ ક્યાં?
જો કોઈને મળી આવે તો મને પણ જણાવજો