પ્રકૃતિ મહત્તા – ચિરાગ પટેલ 2020 ડિસેમ્બર 28 સોમવાર 5122 માર્ગશીર્ષ શુક્લ 14
સર્જનની પ્રક્રિયાના સ્ફોટ ઝબકે;
કાળનો હવન સઘળું કોળિયો કરે;
રજ્જૂખેંચમાં એક જીતે એક હારે!
સૂક્ષ્માતિસૂક્ષ્મ કણના જૂથ મંડાતાં,
અવકાશમાં વલોપાત પ્રચંડ શોભતા,
પ્રકૃતિના મહાલયમાં વાયરા વાતા.
અણુ પરમાણુ વીજાણુ ધનાણુ;
જીવાણુ વિષાણુ કીટાણુ કરકાણુ;
મત્સ્ય પશુ પક્ષી સરીસૃપ દાનવ;
કીટ ધન ધાન્ય ફળ ફૂલ દેવ માનવ.
ક્ષણ જ્યાં ખેંચાઈને અટકતી,
જીવન અંકુરમાં સૃષ્ટિ નીખરતી.
એક-એક પળને માયામાં પરોવી,
બ્રહ્મજાળ ગૂંથે “દીપ”ની “રોશની”!