પથ્થર – ચિરાગ પટેલ

પથ્થર – ચિરાગ પટેલ ઓગસ્ટ 28, 2020 શુક્રવાર

પર્વત પિતાનું અંશદાન મળ્યું ધરામાતને;
પર્વતી મંજુષા પાશી, પર્વતિ કાઠ ઉપલ.

ઇન્દ્ર ધનુષ સજાવી વરસાવે વજ્ર વૃત્ર શિર;
પ્રસ્તર પર્વત ઉપલક, પારટીટ પાષાણ વૃત્ર.

કૃષ્ણ શિર સોહાય જયારે સ્યમંતક મણિ;
અદ્રિ કાન્ત કાચક, અશ્ન અશન અશ્મન.

કંડારી શિલ્પકાર અહાલેક જગાવે મંદિરિયે;
કર્કર શિલા મણિ, તાપન ગોશિલ ચાન્દ્ર.

કેટલાંય થર ચઢ્યાં કાળ પર, કેટલો ભાર વેંઢારે;
પથ્થર-પથ્થર ઇતિહાસ અનેરાં, પ્રકૃતિ કંડારે.

વિધવિધ રૂપે ભાવે ભજાતો, ઈશ્વર ઉપકાર;
દૃષદ રૂપે આંતરડી ઠારે, મનુજ આવિષ્કાર.

“રોશની” પ્રગટે શિલા મધ્યે “દીપ” સાક્ષી;
અનંત વિશાળ તારલાંરૂપે સોહાય સહસ્રાક્ષી!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.