પરપોટો – ચિરાગ પટેલ

પરપોટો – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 12 સોમવાર

પ્રચંડ સ્ફોટ
એક સૂક્ષ્મતર બિંદુનો.
અનેક ઉતપૃષ,
અનેક ગણ્ડ,
અનેક બુદબદા,
અગણિત પરપોટા;
રચાયો મહત ફેનપિંડ.

વિસ્ફોટ પ્રકાશનો,
‘ને રેલાયો
નાદ અનહદનો.

સચરાચરના
નૃત્ય અનંત,
વિસ્તાર અનંત,
વિચાર અનંત.
અનંત ઝળકે,
પાર વિનાના
સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ,
અણુસાગરમાં.

જયારે પ્રગટે “દીપ” એક,
“રોશની” ફેલાતી અનંત!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.